લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખની ઉમદેવારીમાં એક જ ફોર્મ ભરાયું

લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખની ઉમદેવારીમાં એક જ ફોર્મ ભરાયું
Spread the love

લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે પેટા ચુંટણી જાહેર થતા પ્રમુખપદની ઉમેદવારી માટે એક જ ફોર્મ ભરવામાં આવ્યુ હતુ . પંચાયતના અન્ય કોઈ ઉમેદવારે પ્રમુખ પદની દાવેદારી કરવામાં નહી આવતા આજે વીધીવત રીતે પ્રમુખ તરીકેની જાહેરાત કરવામાં આવશે. ભાજપ શાસિત લીંબડી તાલુકા પંચાયતના પ્રમુખ રામુબેન જેરામભાઈ બળોલીયાએ પ્રમુખપદેથી સ્વેચ્છાએ રાજીનામુ ધરી દીધુ હતુ. જેની પ્રમુખ પદ માટેની પેટા ચુંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ પદની દાવેદારી માટે આજે હેતલબા દિલીપસિંહ પરમારે લીંબડી તાલુકા પંચાયત તમામ સભ્યો અને તાલુકા વિકાસ અધિકારીની હાજરીમાં એક જ ફોર્મ ભરવામાં આવતા લીબડી તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે બીનહરીફ વરણી કરવા માટે પંચાયત ધારાના પ્રોટોકોલ મુજબ આજે સતાવાર રીતે ચૂંટણી કરીને પ્રમુખ તરીકે જાહેર કરવામાં આવશે.

રિપૉટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!