સાબરકાંઠાના ઇડરમાં દીપડાને પકડવા પાંજરું ગોઠવાયું

ગત રોજ દીપડો ઈડર શહેરની મધ્યમાં આવેલ આનંદનગર સોસાયટીમાં આવ્યો હતો.આ બનાવની જાણ વન વિભાગને થતાં તેઓ ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને CCTV ફુટેજ અને દીપડાના પગના નિશાન પણ મળી આવ્યા હતા. જેના આધારે વન વિભાગે દીપડાને પકડવા માટે મારણ સાથે એક પાંજરું ગોઠવી દેવામાં આવ્યું છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)