કોરોના વાયરસનો હાહાકાર… રાજ્યમાંથી રોજના ૫ લાખથી વધુ માસ્કની ચીનમાં નિકાસ

અમદાવાદ,
ચીનમાં અત્યારે કોરોના વાયરસે એવો તે હાહાકાર મચાવ્યો છે કે, આખી દુનિયામાં પ્રોડક્શન હાઉસ તરીકેની ખ્યાતિ મેળવનારું ચીન પોતાની જ જરૂરિયાત જેટલા માસ્કનું ઉત્પાદન કરી શકતું નથી. ડિસ્પોઝેબલ માસ્કનો એક દિવસ જ વપરાશ કરી શકાય છે અને આ કારણે હવે ચીનમાં વપરાશ સામે માસ્કનું ઉત્પાદન ઘટી ગયું છે. આથી જ પહેલી વાર એવું બન્યું છે ચીને પોતાની જરૂરિયાત માટે ભારતથી માસ્કની ખરીદી શરુ કરી છે. આનો સીધો ફાયદો ગુજરાતના માસ્ક ઉત્પાદકોને મળ્યો છે.
રાજ્યના ઉત્પાદકોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાંથી હાલ રોજના ૫ લાખથી વધુ ડિસ્પોઝેબલ માસ્કની ચાનમાં નિકાસ થઈ રહી છે. હજી પણ ત્યાંની માગને જાતા સ્થાનિક ઉત્પાદકોએ એપ્રિલ સુધી બીજા કોઈ ઓર્ડર લેવા પડશે નહીં.
અમદાવાદના માસ્ક ઉત્પાદક સેલ્સ પ્રોડક્ટ્સના પાર્ટનર આશિષ કોટાડિયાએ જણાવ્યું કે, ચીને અગાઉ કદી ભારતમાંથી માસ્ક ખરીદ્યા નથી. પરંતુ કોરોના વાયરસના કારણે ત્યાં સર્જીકલ માસ્ક અને રેસ્પોરેટરી માસ્કની માગ ખૂબ વધી છે, જેને પૂર્ણ કરવા ગુજરાતના કારખાનાઓમાં મજૂરો ડબલપાળી કરી રહ્યા છે. આ ઉપરાંત ચેન્નાઈ અને મદુરાઈમાં પણ ચીનથી માસ્કની ડિમાન્ડ આવી રહી છે.
કોરોના વાયરસના કારણે ચીનમાં ઝડપથી માસ્ક પહોચાડવા પડે તેવી Âસ્થતિ છે અને આના માટે એર ટ્રાન્સપોર્ટ એક માત્ર રસ્તો છે. જાકે ચીનમાં જે રીતે ઈમરજન્સી છે તેના કારણે ઘણી એરલાઇન્સે ફ્લાઈટ્સ રદ્દ કરી છે. આ Âસ્થતિમાં ઉત્પાદકોને ચીનમાં માલ મોકલવામાં મુશ્કેલી આવી રહી છે.