એસઓજીએ દેશી પિસ્તોલ અને ૨ કારતૂસ સાથે એસની ધરપકડ કરી

એસઓજીએ દેશી પિસ્તોલ અને ૨ કારતૂસ સાથે એસની ધરપકડ કરી
Spread the love

હિંમતનગર,
હિંમતનગરમાં એસઓજી ટીમ દ્વારા ભિલોડાના રીંચોડાના શખ્સને દેશી પિસ્તોલ અને ૨ કારતૂસ સાથે ઝડપી પાડ્યો હતો. ઝાયલો કારમાં આવેલા શખ્સને બાતમીના આધારે એસઓજીએ પકડી પાડ્યો હતો. મોતીપુરા સર્કલ પાસેથી પસાર થતાં જ તેને એસઓજીએ દબોચી લીધો હતો અને દેશી પિસ્તોલ તથા કારતૂસ કબ્જ કરીને અટકાયત કરી હતી.

સાબરકાંઠા પોલીસ અધિક્ષક ચૈતન્ય રવિન્દ્ર મંડલીકે જિલ્લામાં ગેરકાયદેસર અને પરવાના વગરના હથિયારો પકડી પાડવા ઝુંબેશ હાથ ધરવા અને અસરકારક કામગીરી કરવા સુચના આપી હતી. તેથી એસઓજીના પીઆઈ એમ એમ સોલંકી અને સ્ટાફે હિંમતનગર પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે મહિન્દ્રા ઝાયલો જીજે ૯ બીએ ૩૩૨૫માં ગેરકાયદેસર હથિયાર છે.

મોતીપુરા સર્કલ પાસે એસઓજીએ ટીમ વોચ ગોઠવીને મહિન્દ્ર ઝાયલો આવતા તેમાંથી ધનરાજ ઉર્ફે પિન્ટુ ગામેતી રહે. બરંડા પાંડોર ફળીયું, રીંટોડા તા. ભિલોડા જિ. અરવલ્લીને પકડી પાડ્યો હતો. કારમાં તપાસ કરતા ગાડીના સીટ કવરમાંથી એક દેશી પિસ્તોલ કિં રૂ ૧૦ હજાર અને બે કારતુસ કિં રૂ. ૨૦૦ તેમજ ઝાયલો કારો કિં.રૂ ૫ લાખ મળીને કુલ રૂ. ૫,૧૦,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને હિંમતનગર એ ડિવિઝન ખાતે આર્મ્ડ એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!