ડ્રેનેજ લાઈનના જાડાણ સમયે ભેખડ ધસી પડતા ૨ મજૂરોનાં મોત નીપજ્યાં

ડ્રેનેજ લાઈનના જાડાણ સમયે ભેખડ ધસી પડતા ૨ મજૂરોનાં મોત નીપજ્યાં
Spread the love

અમદાવાદ,
અમદાવાદ શહેરના મોટેરા વિસ્તારમાં આવેલી જનપથ હોટલ પાસે કોર્પોરેશન દ્વારા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમમાં કલબની ડ્રેનેજ લાઈનની કામગીરી ચાલી રહી હતી. ત્યારે અચાનક ભેખડ ધસી પડતા બે મજૂરો દટાયા હતા. બે મજૂરો દટાયા હોવાની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયરનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.

દબાયેલા બંને મજૂરોને કાઢવાની કામગીરી ફાયર બ્રિગેડે કરી હતી. પરંતુ બંનેને બચાવી શકાયા ન હતા. મજૂરો કોઈપણ પ્રકારના સેફ્ટી સાધનો હેલ્મેટ કે બુટ પહેર્યા ન હતા. ભેખડ નીચે દબાતા મનસુખ ડાભી (ઉ.વ.૨૫) અને ગૌતમ નિનામા (ઉ.વ.૪૦)નું મોત નિપજ્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!