પુંસરી ગામમાં આર્મીમાંથી નિવૃત થયેલા જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

પુંસરીના પટેલ પરેશકુમાર નટવરભાઈ દેશની સેવા માટે આર્મીમાં 17 વર્ષ દેશની સેવા કરી નિવૃત્ત થઈ આજરોજ પોતાના વતન પુંસરીમાં સોમવારે આવતા જવાનનું સ્વાગત ગામના દરેક સમાજના લોકો તથા પુંસરી ગામના પૂર્વ સરપંચ શ્રી હીમાંશુભાઈએ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના સાથી મિત્રો જશુકાકા તૃષારભાઈ જોશી (મુખી) ચિરાગભાઈ પટેલ રાજુ ભાઈ પુંસરી બસસ્ટેન્ડ પર આવ્યા હતા અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ તેમને આવકારવા રોજડથી ડીજે અને બાઈક રેલી દ્વારા 7 કિલોમીટરની રેલી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું.
રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)