વેલાળા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપતી સુરેન્દ્રનગર LCB

વેલાળા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપતી સુરેન્દ્રનગર LCB
Spread the love

અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બોટલો નંગ – ૬૦૪૪ કી . રૂા . ૨૦ , ૨૨ , ૦૦૦ / – તથા ટેન્કર રજી . નં . જી . જે . – ૧૮ – એ . ટી . ૯૫૧૭ કી . રૂ . ૧૦ , ૦૦ , ૦૦૦ / – મળી કુલ રૂ . ૩૦ , ૨૨ , ૦૦૦ / – નો મુદામાલ ઝડપાયો હે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ જીલ્લામાંથી પ્રોહી જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા અલગ અલગ ટીમો બનાવી પરીણામલક્ષી કામગીરી કરવા શ્રી ડી . એમ . ઢોલ સાહેબ પોલીસ ઇન્સ્પેકટર એલ . સી . બી . સુરેન્દ્રનગર નાઓને સુચના આપેલ હોય , જે અન્વયે શ્રી ડી . એમ . ઢોલ સાહેબે એલ . સી . બી . ટીમ સાથે પેટ્રોલીંગ હાથ ધરી સચોટ બાતમી હકીકત મેળવેલ કે ભરતભાઇ ઉર્ફે કુઠી જીલુભાઇ ખાચર ( કાઠી ) રહે . વેલાળા તા . થાનગઢ વાળો તેના સાગરીતો મારફતે દુધ વાહનના ટેન્કર નંબર જી . જે – ૧૮ – એ . ટી . – ૯૫૧૭ માં ગે . કા . પરપ્રાંતિય ભારતીય બાનવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મંગાવી , વેલાળા ગામની વીડમાં ખરાબાની પડતર જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી વિદેશી દારૂનું કટીંગ કરાવે છે અને હાલ તેની આ પ્રવૃતિ ચાલુ છે.

તેવી ચોકકસ બાતમી હકીકત મેળવી પુરતી તૈયારી સાથે છાપો મારતા વેલાળા ગામની વડમાં ખરાબાની પડતર જગ્યામાંથી અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂની ૭૫૦ મીલીની કાચની કંપની સીલબંધ બોટલો નંગ – ૬૦૪૪ કિ . રૂ . રૂા . ૨૦ , ૨૨ , ૦૦૦ / – તથા ટેન્કર રજી . નંબર જી . જે . – ૧૮ એ . ટી . – ૯૫૧૭ કી . રૂા . ૧૦ , ૦૦ , ૦૦૦ / – તથા ટેન્કરમાંથી મળી આવેલ કાગળોની ફાઇલ કી . રૂા . ૨૦ / ૦૦ મળી કુલ રૂ . ૩૦ , ૨૨ , ૦૦૦ / – નો મુદામાલ મળી આવતા આરોપીઓ એકબીજાના મેળાપીપણાથી વિદેશી દારૂની હેરાફેરી , કટીંગ કરાવેલ હોય આ કામે આરોપીઓ ( ૧ ) ભરતભાઇ ઉર્ફે કુઠી જીલુભાઇ ખાચર ( કાઠી ) રહે . વેલાળા તા . થાનગઢ ( ૨ ) દુધ વાહનના ટેન્કર નંબર જી . જે – ૧૮ – એ . ટી ૯૫૧૭ ના ચાલક તથા તપાસમાં ખુલ્લે તે ઇસમો વિરુધ્ધ પ્રોહી ધારા મુજબ થાનગઢ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજી કરાવી , આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.

રેડીંગ પાર્ટી – એલ . સી . બી . ટીમ સુરેન્દ્રનગર ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી ડી . એમ . ઢોલ તથા એ . એસ . આઇ . નરેન્દ્રસિંહ દિલાવરસિંહ તથા વાજસુરભા લાભુભા તથા પો . હેડ . કોન્સ નિકુલસિંહ ભુપતસિંહ તથા હિતેષભાઇ જેસીંગભાઇ તથા અમરકુમાર કનુભા તથા રૂતુરાજસિંહ નારસંગભા તથા પો . કોન્સ દિલીપભાઇ ભુપતભાઇ તથા સંજયસિંહ ઘનશ્યામસિંહ તથા નિર્મળસિંહ મંગળસિંહ તથા જયેન્દ્રસિંહ જેઠીભા તથા કુલદીપસિંહ હરપાલસિંહ તથા સંજયભાઇ પ્રવિણભાઇ તથા અજયસિંહ વિજયસિંહ તથા અશ્વિનભાઇ ઠારણભા તથા કલ્પેશભાઇ જેરામભાઇ તથા ચમનભાઇ જશરાજભાઇ તથા ગોવીંદભાઇ આલાભાઇ એ રીતેની ટીમ દ્રારા સચોટ બાતમી આધારે રેઇડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડી વિદેશી દારૂ નો સકુળ કવોલીટી કેસ શોધી કાઢેલ છે .

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!