પાલનપુરના યુવાનોએ Thnknews ની એપ થકી ડિઝીટલ ઈન્ડિયાના સૂત્રને સાકાર બનાવ્યું

હાલના યુગમાં યુવાનો રોજગારી માટે મોટા પાયે શહેરો તરફ ધકેલાય છે અને રોજગારી પૂરી પાડે છે, ત્યારે બનાસકાંઠા વિસ્તારના પાલનપુરના યુવાનોએ પોતાના શહેર છોડી બીજા શહેરમાં જઈ ધંધો વિકસાવવાને બદલે તેઓએ પાલનપુરમાં જ રહીને કંઈક નવું કરવાના ઉત્સાહને સાર્થક બનાવ્યો છે. યુવાનોએ જાન મહેનત થકી Thnknews નામની એપ જે સ્થાનિક સમાચાર આપતી એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, જેમાં તેની બનાવટ માટે કમ્પ્યુટર એન્જિનિયર સૌરવ પ્રતિહાર કે જેઓએ 18 લાખ રૂપિયાનું પેકેજ છોડી તેમના સાથીમિત્રો સાગરભાઈ વ્યાસ, યશભાઈ પટેલ, હિરેનભાઈ જોષી, ધ્રુમિલભાઈ ઠક્કર, વેદાંતભાઈ જોષી, આર્યનભાઈ જોષી, પાર્થભાઈ રાવલ જેવા મિત્રોની સાથે મળીને Thnknews નામની એપ્લિકેશન બનાવી લોકોને ટેકનોલોજીના માધ્યમથી તેમની આસપાસ બનતી ઘટનાઓથી અવગત કરવાનો તેમજ માનનીય પ્રધાનમંત્રીના ડિજિટલ ઈન્ડિયાના સૂત્રને સાકાર કરવા આ એપ બનાવતા મારૂં ગુજરાત વિકસીત ગુજરાત સૂત્ર સાર્થક નીવડ્યું હતું.
તુલસી બોધુ (લોકાર્પણ દૈનિક-બ.કાં)