ભાવનગર શિશુવિહાર સંસ્થાનું રાજ્યના મંત્રી વિભાવરીબેન દવે દ્વારા સન્માન

ભાવનગર શહેરની ૩૧૪ આંગણવાડીમાં તાલીમ લેતા બાળકો પૈકી અતિ કુપોષિત બાળકોને છેલ્લા દસ વર્ષથી પોષક આહાર આપનાર શિશુવિહાર સંસ્થાની સેવાઓનું રાજ્યના માનનીય મંત્રીશ્રી વિભાવરીબેન ના વરદ હસ્તે સન્માન થયું. શહેરના મેયર શ્રી મોરી તથા કમિશનરશ્રી ગાંધી સાહેબ ની પ્રેરક ઉપસ્થિતિમાં શિશુવિહારની બાળ આરોગ્ય પ્રવૃત્તિની પણ સરાહના કરવામાં આવી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા