AMC લાવ્યું નવો નિયમ ! ‘વધુ હોર્ન મારો અને વધુ રોકાઓનો નિયમ અમદાવાદમાં સાર્થક બનશે…!!

AMC લાવ્યું નવો નિયમ ! ‘વધુ હોર્ન મારો અને વધુ રોકાઓનો નિયમ અમદાવાદમાં સાર્થક બનશે…!!
Spread the love

રાજ્યમાં જ્યારે અમદાવાદના ટ્રાફિકની વાત આવે ત્યારે લોકો માથું પકડી લે છે. તેમાં પણ સિગ્નલ પૂર્ણ થવાની તૈયારી હોય તે સમયે સતત હોર્ન વગાડી અવાજ પ્રદૂષણ વધારતા લોકોની કોઈ કમી નથી, તેઓ ટ્રાફિકની સમસ્યામાં વધારો કરે છે. ત્યારે ટ્રાફિક સિગ્નન પર બિનજરૂરી હોર્ન વગાડીને અવાજ પ્રદૂષણ કરતા તેમજ અન્ય લોકોને હેરાન કરતા લોકોને રોકવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નવો પ્રયોગ અજમાવ્યો છે. ‘મોર હોર્ન, મોર વેઇટ’ કન્સેપ્ટ હેઠળ વિચારણા શરૂ કરી છે.
ટ્રાફિક મામલે AMC કમિશનરે એક મોટું નિવેદન આપ્યું છે. એએમસી કમિશ્નરે જણાવ્યું છે કે, આપણા શહેરમાં ટ્રાફિકની સમસ્યા મોટી છે. લોકો બિનજરૂરી હોર્ન વગાડી નોઈસ પોલ્યુશન વધારતા હોય છે. ત્યારે મુંબઈ પોલીસે વીડિયો શેર કર્યો તે લોકોને જાગૃત કરવા માટે છે. વગર કામે હોર્ન વગાડવો યોગ્ય નથી. જેથી હવે મુંબઈની જેમ અમદાવાદમાં પણ બિનજરૂરી હોર્ન વગાડવું ભારે પડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઈ પોલીસે તાજેતરમાં જ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે. તેને દેશભરમાંથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ‘ધ પનિશેબલ સિગ્નલ’ નામથી શેર કરેલા આ વીડિયોને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ રિટ્વિટ કર્યો હતો. મુંબઈ પોલીસના વીડિયોમાં વાહનચાલકો દ્વારા રેડ સિગ્નલ હોવા છતાં સતત હોર્ન વગાડવામાં આવી રહ્યો છે. મુંબઈ પોલીસે ટ્રાફિકને લઈને એક પ્રયોગ કર્યો હતો, જેમાં કેટલાક ટ્રાફિક સિગ્નલ પર ડેસિબલ મીટર લગાવ્યા હતા. જો 85 ડેસિબલથી વધારે અવાજ થઈ જાય તો સિગ્નલ રિસેટ થઈ જાય છે અને ફરીથી રેડ સિગ્નલના સેકન્ડ્સમાં વધારો થાય છે. આ વીડિયો જોઈને અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાનો એએમસીએ નિર્ણય કર્યો છે.

આ વીડિયો જોયા બાદ એએમસીએ અમદાવાદમાં પણ આ પ્રયોગ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, કયા વિસ્તારમાં સૌ પ્રથમ અમલ થશે તે હજી ફાઈનલ થયુ નથી. પણ આ પ્રયોગ અમદાવાદમાં થશે એ નક્કી છે. એટલે હવે ‘વધુ હોર્ન મારો અને વધુ રોકાઓ…’નું સૂત્ર અમદાવાદમાં પણ સાર્થક થશે. આ વીડિયો જોઈને તુરંત જ અએમસી કમિશનરે આ પ્રયોગ ગુજરાતના અમદાવાદમાં કરવો જોઈએ તેવો સ્પષ્ટ અભિપ્રાય આપ્યો છે.. જેનો હવે અમલ આગામી દિવસમાં થવા જઈ રહ્યો છે.

અલ્પેશ રાઠોડ (અમદાવાદ)

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!