ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડિયા ઉપર પણ નોટોનો વરસાદ

રાજકોટના જામકંડોરણા ખાતે સમૂહ લગ્નમાં એક લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. સમૂહ લગ્નમાં આયોજીત લોકડાયરામાં નોટોનો વરસાદ થયો હતો. આ દરમિયાન જ ગુજરાત રાજ્યના મંત્રી જયેશ રાદડિયા ઉપર પણ નોટોનો વરસાદ થયો હતો. આ ડાયરો કિર્તીદાન ગઢવીનો હતો અને એમાં થયેલો નોટોનો વરસાદ હાલ ખુબ ચર્ચામાં છે.. હાલ આ વિડિયો સોશ્યલ મિડિયામાં વાયરલ થયો છે.