કડીમાં CAAના સમર્થનમાં નીકળનાર રેલીને અનુલક્ષી પોલીસે કર્યુ રૂટ ચેકિંગ

રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ ( કડી ) દ્વારા CAA કાયદા ના સમર્થનમાં આગામી તા.5 ફેબ્રુઆરી ને બુધવારના રોજ કડી શહેરમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીને અનુલક્ષી મહેસાણા જિલ્લા એસપી મનીષ સિંઘે કડીની ઓચિંતી મુલાકાત લીધી હતી અને સ્થાનિક પોલીસને આગામી સમયમાં નિકળનાર રેલી માં કોઈ અનીંચ્છનીય બનાવ ના બને તેમાટે પૂરતો બંદોબસ્ત રાખવાનું સૂચન કર્યું હતું. રેલી દરમ્યાન આશરે 300 જેટલી પોલીસ ને બંદોબસ્ત ના ભાગરૂપે ગોઢવવામાં આવશે એવું સૂત્રો પાસે થી માહિતી મળી હતી.રેલી ના આયોજનના ભાગરૂપે આજે તા.2 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્ર હિત ચિંતક સમિતિ દ્વારા મિટિંગ રાખવામાં આવી હતી. આ મિટિંગમાં કડીના તમામ સમાજના આગેવાનો , વિવિધ સંઘઠનો તથા સંસ્થાઓના આગેવાનો અને કાર્યકર્તાઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી CAA કાયદાને તથા આગામી રેલીને પોતાનું સમર્થન જાહેર કર્યું હતું.