વિસનગરમાં વેવાણના ત્રાસથી વેવાઈએ આત્મહત્યા કરી હોવાની નોંધાઇ ફરિયાદ…

વિસનગરમાં વેવાણના ત્રાસથી વેવાઈએ આત્મહત્યા કરી હોવાની નોંધાઇ ફરિયાદ…
Spread the love

સામાન્ય રીતે દીકરા દીકરીના લગ્ન પછી પરિવાર હેતભર્યા સંબંધો થી બંધાતા હોય છે પરંતુ વિસનગરની કરશનનગર સોસાયટીમાં રહેતા એક પટેલ પરિવારમાં દીકરાના લગ્ન થયાને ગણતરીના દિવસોમાં પરિવારમાં થી ખુસબીઓના રંગ ઉડી ગયા છે જેમાં પુત્રવધુ અને વેવાણે પરિવારમાં એવી તે આગ લગાવી છે કે આ પટેલ પરિવારના મોભી ડાહ્યાભાઈને જીવન ટૂંકાવવું પડ્યું હતું જોકે સમગ્ર ઘટનામાં ડાહ્યાનહાઈની સોસાઈડ નોટ ખરી હોવાનો fsl રિપોર્ટ આવતા હવે પુત્રવધુ, વેવાણ અને પુત્રવધુના મામા સામે દુષપ્રેરણાની ફરિયાદ નોંધાઇ છે

મહત્વનું છે તાજેતરમાં સુરતમાં એક વેવાઈ વેવાણની પ્રેમલીલા સામે આવી હતી ત્યારે હાલમાં વેવાઈ સાથે વેવાણની દુશ્મનાવટનો કિસ્સો પણ વિસનગરની કરશન નગર સોસાયટી માંથી સામે આવ્યો છે જ્યાં દીકરાના લગ્ન બાદ છુંટાછેડા માટે પુત્રવધુ અને વેવાણ સહિતના પિયરપક્ષના લોકોએ ડાહ્યાભાઈ પર ત્રાસ ગુજારતા ત્રસ્ત બનેલા ડાહ્યાભાઈ પટેલે ઝેરી ગોળીઓ ખાઈ જીવન ટૂંકાવ્યું હતું જે ઘટનાને આજે ત્રણ માસ વીત્યા બાદ FSL રિપોર્ટમાં ડાહ્યાભાઈએ લખેલી સુસાઇડ નોટ તેમના પોતાના હસ્તે લખી હોવાનું પુરવાર થતા આખરે વિસનગર શહેર પોલીસે કન્યા પક્ષ તરફ થી દીકરીના છૂટાછેડા લેવા માટે 1.25 લાખની માંગણી બાદ પણ વધુ 10 લાખની માંગ કરી વેવાઈ પર ત્રાસ ગુજારતા આરોપી મૃતકની પુત્રવધુ તેની માતા અને મામા સામે દુષપ્રેરણા મામલે ફરિયાદ નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!