પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ સમારોહમાં યોગ ગુરૂ રાજેશ બારોટને એવોર્ડ એનાયત

વડોદરા
તાજેતરમાં હોટેલ સૂર્યા પેલેસ, વડોદરા ખાતે મલ્ટી કંપની દ્વારા પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ ૨૦૨૦ નું આયોજન કરવામાં આવેલ હતું. આ ભવ્ય પ્રાઇડ ઓફ ઇન્ડિયા સમારોહ માં વડોદરાના “યોગ ગુરુ રાજેશ બારોટ” રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ વિજેતા તેમજ આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ અને સેલિબ્રીટીસને માઇન્ડ એન્ડ બોડી ફિટનેશ માટે યોગની તાલિમ આપેલ છે. તેમજ વિવિધ શૈક્ષણિક, સામાજિક અને રમતગમત સંસ્થાઓમાં યોગનો પ્રચાર અને પ્રસાર કરેલ છે. આ પ્રસંગે એમ. એસ. યુનિવર્સિટીના ભૂતપુર્વ વાઇસ ચાન્સેલર તેમજ વર્લ્ડ વિન્ડ એનર્જીના પ્રમુખ માનનીય શ્રી ડૉ. અનિલ કાણે ના વરદ હસ્તે યોગ ગુરુ રાજેશ બારોટ ને પ્રાઇડ ઓફ ઇન્ડિયાનું એવોર્ડ સન્માનપત્ર એનાયત કરવામાં આવેલ હતું.