વડોદરા મા ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કંપનીનું ઉઠમણું ‘ફિર હેરા ફેરી’ સ્ટાઈલમાં…

– ઉંચા વ્યાજની લાલચ આપી રોકાણકારોના જીવ ઉંચા કરી નાખ્યા
અમદાવાદ
પ્રિયદર્શનની ફિલ્મ ફિર હેરા ફેરીમાં જેમ એક કા ડબલની લાલચ આપી અસંખ્ય લોકોને રાતા પાણીએ રોવડાવે છે તેવો જ કિસ્સો વીરૂક્ષેત્ર વડોદરામાં બન્યો છે. વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં નિધિ લિમીટેડ નામની ખાનગી ઈન્વેસ્ટમેન્ટ કંપનીનું ઉઠમણું સામે આવ્યુ છે. અને કંપનીના સાત ડિરેક્ટરો સામે ફરિયાદ પણ દાખલ થઈ છે. ઊંચા વ્યાજની લાલચથી રોકાણકાર ગ્રાહકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવ્યા હતા. કંપનીના એજન્ટે ઘરના 38 લાખ સહિત 59 લાખ રૂપિયા કંપનીમાં જમા કરાવ્યા હતા. સયાજીગંજ પોલીસ મથકમાં દાખલ ફરિયાદ બાદ હવે છેતરપિંડીનો ભોગ બનેલા રોકાણકારોની સંખ્યા વધી શકે તેવી પણ શક્યતા છે.
અલ્પેશ રાઠોડ (અમદાવાદ)