ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇગ્લીંશ દારૂનો જથ્થો પકડી પાડતી ધજાળા પોલીસ

પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ નાઓએ ગેર કાયદેસર દારૂ / જુગારની પ્રવૃતિ સદંતર બંધ કરવા તથા દારૂ / જુગારના કેસો શોધી કાઢી કેસો કરવા સુચના કરેલ હોય તેમજ ના . પો . અધિ શ્રી ડી . વી . બસીયા સાહેબ તથા અ . ના . પો અધી શ્રી હર્ષ ઉપાધ્યાય સાહેબના સીધા માર્ગદર્શન અન્વયે આજરોજ અમો પો . સબ ઇન્સ . શ્રી એચ . એલ . ઠાકર તથા એ . એસ . આઇ ઘુસાભાઇ સોલંકી તથા ખીમરાજભાઇ ગઢવી એ રીતે સ્ટાફ સાથે ધજાળા પો . સ્ટે . વિસ્તારમાં કલાક ૨૩ / ૦૦ વાગ્યાથી નાઇટ પેટ્રોલીંગમાં દરમ્યાન લાખાવાડ તથા ખીંટલા ગામના વીડ સીમમાંથી ભારતીય બનાવટનો પર પ્રાંતિય ઇગ્લીંશ દારૂ પાર્ટી સ્પેશ્યલ વ્હીસ્કી બોટલ નંગ – ૭૪૪ કરૂ ૨ , ૯૭ , ૬૦૦ / – તથા મેકડોવેલ્સ નં ૧ સુપરીયલ હીસ્કી ઓરીજનલની બોટલો નંગ – ૭૨ કી રૂ . ૩૬ , ૦૦૦ / – મળી કુલ કીં . રૂ . ૩ , ૩૩ , ૬૦૦ / – નો મુદ્દામાલ પકડી પાડી ક્વોલીટી કેસ કરેલ છે અને આરોપીને શોધી કાઢવા ધોરણસર કાર્યવાહી કરેલ છે .
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)