મોરબી દશનામ યુવક મંડળ આયોજિત સમૂહલગ્નમાં 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા

મોરબી દશનામ યુવક મંડળ આયોજિત સમૂહલગ્નમાં 11 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા
Spread the love
  • પત્રકાર સુરેશ ગૌસ્વામીના બે પુત્રોએ પણ આ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા મોરબી રામધન આશ્રમ ખાતે બીજા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંતો-મહંતો, રાજકીય આગેવાનો, સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં મોરબીના પત્રકાર સુરેશ ગૌસ્વામીના બે દીકરા સહિત કુલ ૧૧ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા હતા. મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા આયોજીત સમૂહ લગ્નમાં સંતો મહંતો, રાજકીય-સામાજિક આગેવાનો અને ગોસ્વામી સમાજ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમુહલગ્નમાં કન્યાઓને કરિયાવરમાં સોના-ચાંદીના દાગીનાથી લઇ ગુહ ઉપયોગની ૮૨ ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.આ પ્રસંગે ઉપસ્થિત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેને જણાવ્યું હતું કે ગોસ્વામી સમાજએ સંતો મહંતોનો ઉજળો સમાજ છે સમાજમાં આજના યુગ પ્રમાણે એજ્યુકેશન જરૂરી છે માટે બાળકોને વધુમાં વધુ ભણાવવા જોઈએ તેવી દરેકને ટકોર કરી હતી.

રાજકોટના ડોક્ટર મનીષગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે સમાજના લોકો જે ડોક્ટરો,વકીલ,પોલીસ કે ઉચ્ચ હોદ્દા પર હોય તો સમાજના અન્ય લોકો માટે મદદરૂપ બનો નો વિકાસ થશે અને સમાજમાં લોકોના ટાંટીયા ખેચવાને બદલે મદદ માટે હાથ પકડો. આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાએ સમૂહલગ્નના કાર્યને બિરદાવી આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. આ ઉપરાંત, આયોજકો દ્વારા સમૂહ લગ્ન સ્થળ પર ગૌસ્વામી સમાજના લોકો માટે “મા અમૃતમ કાર્ડ” ના ફોર્મ ભરી આપવાનું તેમજ સ્થળ પર જ આવકનો દાખલો કાઢી આપવાનું પ્રેરણાદાયી કાર્ય કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નને સફળ બનાવવા ગૌસ્વામી યુવક મંડળના પ્રમુખ અમીનગીરી, ઉપ પ્રમુખ દિલીપ ગીરી, મંત્રી બળવંતગીરી, સહમંત્રી નિનેષગીરી, ખજાનચી તેજસ ગીરી, તેમજ યુવક મંડળના સભ્યો, ગોસ્વામી સમાજના ટ્રસ્ટીઓ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!