છેતરપિંડીના કેસના આરોપી નેટેક્નિકલ સોર્સના આધારે પકડતી લેતી જૂનાગઢ પોલીસ

- જુનાગઢ જિલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા ભૂતકાળના ગુન્હાઓના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા મટે જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના
ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી તથા સ્ટાફના હે.કો. દિનેશભાઇ, પો.કો. પૃથ્વીરાજસિંહ, અજયસિંહ, રજાકભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ પૈકી આરોપી ( સોહીલ સાદીકભાઇ સોલંકી ઘાચી પલાસવા તા.જી. જુનાગઢ તથા આરોપી (કેશુભાઇ રામભાઇ ભોગેસરા જાતે મેર ઉવ. જુનાગઢ, જોષીપરા, ગણેશનગરની પાછળ, ક્રિષ્ના પાર્ક, મુળ-ગામ પલાસવાને પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ હતી. પકડાયેલ બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આ ગુન્હામાં મુખ્ય સૂત્રધાર આરોપી મયુર બાબુભાઇ સૂબા લોહાણા હોવાની વિગત પ્રકાશમાં આવેલ હતી. બી ડિવિઝન પોલીસ દ્વારા અવાર નવાર આ ગુન્હામાં વોન્ટેડ આરોપી મયુર સૂબા ની તપાસ કરતા, પોતાની ધરપકડ ટાળવા આશરે 10 માસથી નાસતો ફરતો હતો.
જૂનાગઢ શહેર ના બી. ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે તા. 26.10.2018 ના રોજ ફરિયાદી નીતેશભાઇ અનંતરાય દિક્ષીત જાતે બ્રાહમણ ઉ.વ. 40 ધંધો રહે. જીવનધારા-01, ઝાઝરડા રોડ, હરસીધ્ધી ક્રુપા, જુનાગઢ કે, જેઓ પ્રાઇવેટ નોકરી કરે છે, તેઓની સાથે તળાવ દરવાજા સંકલ્પ કોમ્પ્લેક્ષ જુનાગઢ ખાતે આરોપીઓ મયુર બાબુભાઇ સુબા જુનાગઢ, શોહીલ સાદીક સોલંકી -પ્લાસવા ફરીયાદીની ફરીયાદમાં જણાવેલ માલીકીની ટ્રક વેચાણથી લઇ, જેમાં વેચાણ દસ્તાવેજ મુજબની શરતોને આધીન બાકી નીકળતા પૈસા ન આપી તેમજ ખોટા વાયદાઓ કરી, વિશ્વાસઘાત/છેતરપીંડી કરી, ગુન્હો આચારેલ હોઈ, ફરિયાદી દ્વારા બી ડિવિઝન ખાતે તા. 22.03.2019 ના રોજ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેની તપાસ બી ડિવિઝન પી.આઈ. આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ હતી.
બી ડિવિઝન ખાતે નોંધવામાં આવેલ વિશ્વાસઘાત છેતરપિંડીના ગુન્હાનો મુખ્ય સૂત્રધાર આરોપી મયુર બાબુભાઇ સુબા રહે. જુનાગઢ ઘણા સમયથી નાસતો ફરતો હોય, જેથી આ આરોપીને પકડવા માટે સતત સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. દરમિયાન જૂનાગઢ ડિવિઝનના ટેકનીકલ સેલના હે.કો. કમલેશભાઈ મારફતે ટેકનીકલ સોર્સ આધારે આ ગુન્હામાં વોન્ટેડ આરોપી મયુર સૂબા અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં હોવાની માહિતી મળેલ હતી.
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન સ્ટાફની ટીમ દ્વારા સ્થાનિક બોપલ પોલીસ સ્ટેશન તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી આપી, અમદાવાદ પોલીસની મદદથી નાસતા ફરતા *આરોપી મયુરભાઇ બાબુલાલ સુબા ઠકકર લોહાણા મજુરી રહે. રાજદિપ એપાર્ટમેન્ટ ત્રીજા માળે, બ્લોક નં.સી 4, બાલમુકુન્દ હોટલવાળી શેરી, વણઝારી ચોક, જૂનાગઢને અમદાવાદ બોપલ પો.સ્ટે. હદ વિસ્તારમાંથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી ખુબ હોશિયાર હોઇ, પોતાના નામે અલગ અલગ સીમ કાર્ડ અને મોબાઈલ વાપરતો હોય, તેમ છતાં ટેકનીકલ સોર્સ આધારે જૂનાગઢ પોલીસ દ્વારા માહિતી મેળવી, અમદાવાદ બોપલ વિસ્તારમાંથી અમદાવાદ એલ.સી.બી. ગ્રામ્ય પોલીસ તથા બોપલ પોલીસની મદદથી પકડી પાડી, ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી દ્વારા ગુન્હાની કબૂલાત કરવામાં આવેલ છે. આરોપી મયુર સુબા આરોપી બીજા કોઈ છેતરપિંડીના ગુન્હાઓ આચારેલા છે કે કેમ…? એ પોલીસ રિમાન્ડ મેળવવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.
રિપોર્ટ : મહેશ કથીરિયા (જૂનાગઢ)