સામાજીક એકતા જાગૃતિ મિશન દ્વારા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ આંદોલનકારીબહેનોની મુલાકાત

ગુજરાત સરકાર દ્વારા અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ અને બક્ષીપંચ સમાજ ની દિકરીઓને નોકરી થી વંચિત રાખવાના ઉદ્દેશ થી ગેરબંધારણીય રીતે પરીપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેના વિરોધ માં વંચિત સમુદાય ની અસંખ્ય બહેનો રાજધાની ગાંધીનગર મુકામે છેલ્લા બે મહિનાથી થી ધરણાં પર બેઠેલી છે. આ આંદોલનકારીઓ પૈકીની કેટલીક મહિલાઓની તબિયત લથડતાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવી છે, જેમાં ભાવનાબેન અને હેતલબેન એમ બે મહિલાઓની હાલત ખુબ ગંભીર છે.
જે બાબતે આજે સામાજીક એકતા જાગૃતિ મિશન ના રાષ્ટ્રીય સંયોજક એડવોકેટ કેવલસિંહ રાઠોડ ના નેતૃત્વ માં પ્રદેશ પ્રભારી શ્રી ચિરાગ પરીખ, સૌરાષ્ટ્ર ઝોન ના પ્રભારી શ્રી હિતેશ ઢાપા, ગાંધીનગર જીલ્લા પ્રભારી ડૉ.રજનીકાંત ચૌહાણ, જીલ્લા અધ્યક્ષ શ્રી પ્રભુ કબીરા, શહેર અધ્યક્ષ શ્રી ઘનશ્યામ કબીરા, સામાજીક અગ્રણી શ્રી ગોવિંદભાઈ રાઠોડ અને યુવા નેતા શ્રી નારણ આસલ સહિત ના સર્વ સમાજ ના ધણાં બધા આગેવાનોએ સાંજે 7.00 વાગ્યે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ માં દાખલ કરાયેલી પછાત સમાજ ની દિકરીઓની મુલાકાત કરી અને ખબર અંતર પૂછ્યા હતા..!!
રિપોર્ટ : તુલસી બોધુ (બ.કાં)