વાંકાનેર ખાતે ચુવાળીયા ઠાકોર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો

વાંકાનેર ખાતે ચુવાળીયા ઠાકોર સમાજનો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો
Spread the love
  • જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૭ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા

વાંકાનેર ખાતે આવેલ વેલનાથ દાદાના મંદિર ખાતે જય વેલનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ૬ વર્ષથી ચુવાળીયા ઠાકોર સમાજમાં એકતા વધે અને ભાઈ ચારો જળવાઈ રહે તેવા હેતુ સાથે કોઈ ખોટા ખર્ચા નહીં અને દેખાદેખી થી ઉપર ઉઠી એક જ માંડવા નીચે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે રવિવારે યોજાયેલા સમૂહલગ્નમાં ૭ નવદંપતિએ સંતો મહંતોના આશીર્વાદ લઈ પ્રભુતામાં પગલાં પાડી પોતાના લગ્ન જીવનની શુભ શરૂઆત કરી હતી.

આ છઠ્ઠા સમૂહ લગ્નનું આયોજન રાજકોટ રોડ પર આઈ.ટી.આઈની બાજુમાં આવેલ વેલનાથ દાદાના મંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હળવદ ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા, નકલંક રણુંજાધામના મહંત રામદાસ બાપુ,વાંકાનેર પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણી, વાંકાનેર યુવરાજ કેશરીદેવસિંહ સહિત સામાજિક અગ્રણીઓ, સંતો મહંતો તથા બહોળી સંખ્યામાં ઠાકોર સમાજના ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. તેમજ આ સમૂહ લગ્નને સફળ બનાવવા જેન્તીભાઈ મદ્રેસાણીયા, રણછોડભાઈ માણસુરીયા,રામભાઈ માણસુરીયા, પ્રવીણભાઈ ઉઘરેજા, સહિત સમૂહ લગ્ન સમિતિના કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

રીપોર્ટ :- જનક રાજા, મોરબી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!