અમરેલીમાં શ્રીવિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ અને ગુર્જર સુથાર સમાજ દ્વારા શ્રી વિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી

અમરેલીમાં દરવર્ષની જેમ,, આ વર્ષે પણ શ્રીવિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અને ગુર્જર સુથાર સમાજ દ્વારા શ્રીવિશ્વકર્મા જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમ બાયપાસ રોડ ઉપર બાળહનુમાન દાદાના મંદિરે રાખવામાં આવ્યો હતો, વડીલવયવંદના અને જ્ઞાતિરત્ન સન્માન નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેમાં સવારમાં દાદાનું પુજન ત્યારબાદ આરતી કરવામાં આવી હતી, પછી દાદાને થાળ ધરવામાં આવ્યો હતો, પછી સૌ જ્ઞાતિ જનોએ પ્રસાદ લીધો હતો, આરતીના મુખ્ય યજમાન શ્રી નીમેષભાઈ બટુકભાઈ આદ્રેજા (કેરીયાનાગશ), શ્રી કમલેશભાઈ પોપટભાઈ બોરાણીયા(વાકિયા), શ્રી કિશોરભાઈ નારણભાઈ સંચાણીયા (અમરેલી), આ સર્વોએ દાદાની આરતી ઉતારી હતી, અને જ્ઞાતિના જમણવારના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.
જમણવારના દાતાશ્રીઓએ સારો એવો સાથ સહકાર આપી, પ્રસંગને દીપાવ્યો હતો, તેમાં ટ્રસ્ટના પ્રમુખશ્રી અરુણભાઈ બટુકભાઈ આદ્રેજા, ઉપપ્રમુખશ્રી વિશાલભાઈ એન.ખંભાયતા, ખજાનશી શ્રી હિતેશભાઈ એચ. આદ્રેજા, મંત્રીશ્રી જીગ્નેશભાઈ એમ.આદ્રેજા, ઉપમંત્રીશ્રી જીગ્નેશભાઈ એ.ભેસાણીયા, કારોબારો સભ્યોશ્રી વિજયભાઈ આર, બકરાણીયા, ભાવેશ ડી. ભેસાણીયા, વરૂણભાઈ બી. વડગામા, નીમેષભાઈ બી.આદ્રેજા, રુતીલભાઈ જી. અડીયેચા, મુકેશભાઈ ડી. બાસોપિયા, સર્વ સભ્યો હાજર રહી, સાથ સહકાર આપ્યો હતો, અને વિરોધી પક્ષના નેતાશ્રી પરેશભાઈ ધાનાણી તથા સરદભાઈ ધાનાણી પણ ઉપસ્થિત રહ્યા હતા.
જ્ઞાતિના વડીલો, મિત્ર મંડળ જ્ઞાતિ જનો નો, મુળજીભાઈ સીનરોજા, ખંભાળિયા, જયંતીભાઈ વડગામા, ગોબરભાઈ બાવળેચા, ગોરધનભાઈ અડીયેચા, કાળુભાઈ ખંભાયતા, વસંતભાઈ આદ્રેજા, દયાળજીભાઈ જાદવાણી, ભરતભાઈ બાસોપિયા, જીવનભાઈ ભેસાણીયા, કનુભાઈ આદ્રેજા, દિલીપભાઈ વડગામા, પ્રફુલભાઈ સિંદરોજા, કિર્તીભાઈ બકરાણીયા, સંજયભાઈ અડીયેચા, સંજયભાઈ આદ્રેજા, ડૉ.કેવલભાઈ આદ્રેજા, કેતનભાઈ ધ્રાંગધરિયા, તેમ આસપાસ ગામડેથી જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સૌ જ્ઞાતિજનોએ તન-મન-ધનથી સાથસહકાર આપ્યો હતો, ધામધૂમથી આ પ્રસંગને દીપાવ્યો હતો..
રીપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)