લુવાણા કળશ મુકામે કુળદેવીની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ

થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે પ્રજાપતિ સમાજના ઇષ્ટ દેવ ગણાતા કુળદેવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો હતો, પ્રતિષ્ઠા મહોત્સવમાં જોગણી માતાજી, ભટીયાણી માજીસા, મેલડી માતાજી સહિત વીર બાપજીની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. પ્રજાપતિ સમાજના કુળદેવી માતાજીની પ્રાણ પ્રતિષ્ઠામાં વેદો અને શાસ્ત્રના જાણકાર ભૂદેવો દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પ્રતિષ્ઠા યોજી હતી. પ્રતિષ્ઠા મહોત્સવના યજ્ઞાચાર્ય દવે દિનેશભાઈ માડકા, દવે વિક્રમભાઈ દત્ત (જુના વજાપુર), દવે નરશીભાઈ (લુવાણા) સહિત તમામ પ્રજાપતિ સમાજના યુવા મિત્રો, વડીલો તેમજ કાર્યકર્તા કમલેશભાઈ, કમાભાઈ પ્રભુજી, ભુવાજી જયરામભાઈ જગતાજી સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ધામધૂમથી પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવ્યો હતો.
રિપોર્ટ : અરવિંદ પુરોહિત, થરાદ