અરવલ્લી આંજણા ચૌધરી સમાજનો સતત સાતમો સપ્તપદી સમૂહ લગ્નોત્સવ

અરવલ્લી આંજણા ચૌધરી સમાજનો સતત સાતમો સપ્તપદી સમૂહ લગ્નોત્સવ
Spread the love

અખિલ આંજણા ચૌધરી સમાજ અરવલ્લીનો સાતમો સપ્તપદી સમૂહ લગ્નોત્સવ અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ભેંસાવાડા ખાતે યોજાયો હતો.જેમાં 10 યુગલો એ દામ્પત્ય જીવનની શરુઆત કરી હતી. અરવલ્લી આંજણા ફાઉન્ડેશન ધ્વારા આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.વર્તમાન સમયની સૌથી વધુ માંગ છે સમૂહ લગ્નોત્સવ.સમૂહ લગ્નાેત્સવથી આઠ ફાયદા તાે સીધા થાય છે. સમય, અર્થ, સુખ, સમર્પણ, સંગઠન, સાહસ, શિક્ષા અને સામાજિક સમરસતા વધે છે. સમૂહ લગ્નોત્સવની થેરાેપીથી પણ સમાજની તબિયત સુધરતી હાેય છે. એ સિવાય અપ્રત્યરૂપે ઘણા લાભ સમૂહ લગ્નોત્સવમાં થાય છે.

મુઠ્ઠીભર યુવા ચેતનાએ આજથી સાત વર્ષ પહેલાં સમૂહ લગ્નોત્સવનો પ્રારંભ કર્યો હતો. સમાજનો બહોળો પ્રતિસાદ મળતાં અરવલ્લી આંજણા ફાઉન્ડેશનના નેજા હેઠળ આયાેજીત સાતમો સપ્તપદી સમૂહ લગ્નાેત્સવ 9 ફેબ્રુઆરી, 2020ને રવિવારના રોજ ફુલ ગુલાબી માહોલમાં અને વસંતી વાયરાઓની સાક્ષીમાં ભેંસાવાડાની પાદરમાં સંગીતમય અને હજારાે સમાજજનાેની હૂંફાળી હાજરીમાં યોજાયો હતો. આંજણા ફાઉન્ડેશનના યુવાઅાે દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહલગ્નોત્સવ મા 10 યુગલો રેશમ ગાંઢે ગૂંથાયા હતા.આ સમૂહલગ્નોત્સવ માં 1 લાખ સ્કે. ફુટનો મંડપ બાંધવામાં આવ્યો હતો.

પ્રકાંડ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર, જાનૈયાઓનું સંગીતના સથવારે અને 15 હજાર લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો. સ્વયં સેવકો એ સુંદર કામગીરી કરી હતી.ભોજનને ટેબલ સુધી પહોંચાડવાની, ટ્રાફિક શિસ્તને જાળવવા ચૂનાની માર્કિંગ, દિવ્યાંગાે અને સિનીયર સિટીઝન માટે વ્હીલ ચેર, દૂધ પીતાં બાળકાે માટે ઘાેડિયાઘર અને મેડીકલની ટીમ અને અિગ્નશામક દળની વ્યવસ્થા કરવામાં આવી હતી. અરવલ્લી આંજણા ફાઉન્ડેશન દ્વારા આ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!