મલેકપુરના BSF જવાનના મારીમારી ખુનના ગુન્હામા સંડોવાયેલ ૯ આરોપીઓને ઝડપ્યા

- ભિલોડા પોલીસ સ્ટેશનના મલેકપુર ગામના બી.એસ.એફ.માં ફરજ બજાવતા જવાનને જીવલેણ માર-મારી ખુન કરેલ ગુન્હામાં સંડોવાયેલ મુખ્ય ૯ આરોપીઓને પકડી પાડતી અરવલ્લી જિલ્લા એલ.સી.બી.
પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી.) સા.શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ શ્રી મયંકસિંહ ચાવડા સાહેબ., પોલીસ મહાનિરીક્ષકશ્રી ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓ તેમજ શ્રી મયુર પાટીલ સાહેબ, પોલીસ અધિક્ષકશ્રી અરવલ્લી, મોડાસા નાઓ તથા I/C નાયબ પોલીસ અધિક્ષક શ્રી મોડાસા વિભાગ શ્રી એસ.એસ.ગઢવી, અરવલ્લી જિલ્લાના ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારના મલેકપુર ગામે થયેલ રાયોટિંગ વીથ મર્ડરના ગુન્હાના આરોપીઓને તાત્કાલીક શોધી કાઢવા સૂચના આપવામાં આવેલ.
ઉપરોકત સૂચના અન્વયે શ્રી આર.એસ.તાવિયાડ, પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી અરવલ્લી તથા પો.સબ ઇન્સ.શ્રી કે.કે.રાજપુત એલ.સી.બી. અરવલ્લી, મોડાસા તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. સરદારસિંહ મગનસિંહ તથા એ.એસ.આઇ. મોહનસિંહ ફતેસિંહ તથા એ.એસ.આઇ. મોહનસિંહ પુજેસિંહ તથા એ.એસ.આઇ અનિલભાઇ અંબાલાલ તથા અ.પો.કો.વિરભદ્દસિંહ પદમસિંહ તથા અ.હે.કો.શંકરજી ધુળાજી તથા અ.પો.કો. વિક્રમસિંહ વકતાભાઇ બ.નં.૪૩૮ સાથે ભિલોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ કામના આરોપીઓને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.
દરમ્યાન પો.સબ ઇન્સ.શ્રી કે.કે.રાજપુત એલ.સી.બી. અરવલ્લી, મોડાસા ને બાતમીદારથી માહિતી મળેલ કે, ભિલોડા પોલીસ સ્ટેશન ફ.ગુર.નં. ૩૯/ર૦ર૦ ઇ.પી.કો.ક. ૧૪૩, ૧૪૭,૧૪૮, ૧૪૯, ૩૪૧, ૩ર૩, ૩૦૭, ૩૦ર, ૩ર૪, ૫૦૪, જી.પી.એ.ક.૧૩૫ મુજબનો ગુન્હો તા.૦૬.૦ર.ર૦ર૦ નારોજ ક.૧૯.૪૫ વાગે મલેકપુર ગામે રોડ ઉપર બનેલ ગુન્હાના કામના આરોપીઓ (૧) અજયભાઇ સુરજીભાઇ નિનામા રહે.મલેકપુર તા.ભિલોડા (ર) કિર્તીભાઇ દિલીપભાઇ સડાત રહે.વેજપુર તા.ભિલોડા (૩) અજયભાઇ દિલીપભાઇ સડાત રહે. વેજપુર, તા.ભિલોડા (૪) જશપાલસિંગ નાનજીભાઇ નિનામા રહે. મલેકપુર, તા.ભિલોડા (૫) મહેશભાઇ હીરાભાઇ ખરાડી રહે.મલેકપુર તા.ભિલોડા (૬) વિશાલભાઇ કાવજીભાઇ ખરાડી રહે. મલેકપુર તા.ભિલોડા (૭) વિજયભાઇ રતીલાલ ખરાડી રહે.મલેકપુર તા. ભિલોડા (૮) પ્રદિપભાઇ કાન્તીભાઇ નિનામા રહે. મલેકપુર તા. ભિલોડા (૯) નટુભાઇ વાલજીભાઇ નિનામા રહે.મલેકપુર, તા. ભિલોડાનાઓએ અગાઉની સામાજીક અદાવત રાખી જે અદાવતના કારણે આ કામના ફરીયાદી રોશનકુમાર પ્રવિણભાઇ ખરાડી રહે. મલેકપુર, તા. ભિલોડા તથા સાહેદો મોટર સાયકલ ઉપર ભિલોડા રિલાઇન્સ પ્રેટ્રોલ પંપ ઉપર પ્રેટ્રોલ ભરાવી જતા સમયે હાથમતી નદીના પુલ ઉપર જતા સમયે આરોપીઓએ ફરીયાદી સાહેદોને ગાળો બોલતા ફરીયાદી સાહેદો મલેકપુર ગામના બસ સ્ટેશનથી આગળ જતા સમયે આરોપીઓ પોતાનો સામાન્ય ઇરાદો પાર પાડવા માટે ગેર કાયદેસર મંડળી રચી જીવલેણ હથિયારો કુહાડી, લોંખડના પાઇપ, લાકડીઓ સાથે રોડ ઉપર આવી ફરીયાદી તથા સાહેદોની મોટર સાયકલો ઉભી રખાવી અડચણ કરી હથિયારોથી ફરીયાદી તથા મરણ જનાર રવિન્દ્રભાઇ પ્રફુલભાઇ ગામેતી તથા સાહેદ રણજીતભાઇ અમૃતભાઇ નિનામા ને માથાના ભાગે મારી નાખવાના ઇરાદે મારમારી ગંભીર ઇજાઓ પહોચાડી ગુનો કરેલ જે કામે આરોપીઓ ગુન્હો કરી નાસતા ફરતા હતા, જે ગુન્હાના કામના આરોપીઓ આજરોજ બપોરે રાજેન્દ્દનગર ચોકડી, શામળાજી હિમતનગર હાઇવે ઉપર થઇ પસાર થનાર હોવાની બાતમી આધારે એલ.સી.બી. અરવલ્લી ધ્વારા કોર્ડન કરીને પકડી પાડવામાં આવેલ છે.
આ કામે બી.એસ.એફ.માં ફરજ બજાવતા ઇજા પામનાર રવિન્દ્દ પ્રફુલ્લભાઇ ગામેતી રહે.મલેકપુર તા.ભિલોડાને ગંભીર ઇજાઓ થતાં તેઓને અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે દાખલ કરેલ જે ગઇકાલ તા.૧૦/૦૨/૨૦૨૦ ના વહેલી સવારના સારવાર દરમ્યાન મરણ ગયેલ હોઇ, જેની વધુ તપાસ ભિલોડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકરટશ્રી એમ.જી.વસાવા ધ્વારા કરવામાં આવી રહેલ છે. આમ આ ગુન્હાના એફ.આઇ.આર.માં દર્શાવેલ તમામ મુખ્ય ૯ આરોપીઓને અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ટીમ ધ્વારા પકડી લઇ વધુ તપાસ અર્થે ભિલોડા પોલીસ સ્ટેશન ખાતે સુપ્રત કરવામાં આવેલ હતા.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)