મોરબીના બગથળા અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નેશનલ ઇન્સ્પેકશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન

મોરબીના બગથળા અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નેશનલ ઇન્સ્પેકશનમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન
Spread the love
  • બગથળા કેન્દ્રએ 94 ટકા અને ભરતનગર કેન્દ્રએ 90.7 ટકા હાંસલ કર્યા

મોરબીના બગથળા અને ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રએ નેશનલ ક્વોલિટી એસ્યોરન્સ સ્ટાન્ડર્ડમા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સિદ્ધિ મેળવી છે. નેશનલ કક્ષાના આ ઇન્સ્પેકશનમાં બગથળા કેન્દ્રએ 94 ટકા અને ભરતનગર કેન્દ્રએ 90.7 ટકા હાંસલ કરતા જિલ્લાના આરોગ્ય વિભાગ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા ઓપીડી, આઈ.પી.ડી. લેબર રૂમ, લેબોરેટરી, નેશન હેલ્થ પ્રોગ્રામ અને જનરલ એડમિનિસ્ટ્રેશન વગેરે વિભાગોમાં ભારત સરકારની NQASની ગાઈડલાઈન અનુસાર ગુણવતાયુકત સેવાઓ મળી રહે છે કે નહીં તે જાણવા માટે સમયાંતરે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જે અંતર્ગત મોરબીના બગથળા અને ભરતનગરમાં ગત ડિસેમ્બર માસમાં મધ્યપ્રદેશ અને તામિલનાડુથી આવેલ અધિકારીઓએ જરૂરી નિરીક્ષણ કર્યું હતું અને સરકારમાં રિપોર્ટ સોંપ્યો હતો. આ રિપોર્ટના આધારે સરકાર દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બગથળા કેન્દ્રએ 94 ટકા અને ભરતનગર કેન્દ્રએ 90.7 ટકા મળ્યા છે. આમ બન્ને કેન્દ્રએ મોરબી જિલ્લાનું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

 

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!