મોરબીના મકનસરમા વૃદ્ધવયના કૌટુંબિક બનેવીએ દિવ્યાંગ સાળી ઉપર ગુજાર્યો બળાત્કાર : ફિટકાર

મોરબીના મકનસરમા વૃદ્ધવયના કૌટુંબિક બનેવીએ દિવ્યાંગ સાળી ઉપર ગુજાર્યો બળાત્કાર : ફિટકાર
Spread the love
  • ભોગ બનનાર યુવતીનો ભાઈએ કૌટુંબિક બનેવીની હવસલીલા જોઈ જતા ભાંડો ફૂટ્યો : તાલુકા પોલીસ દ્વારા નરાધમ બનેવીની ધરપકડ

મોરબીના મકનસર આસપાસ સભ્ય સમાજને ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક વૃદ્ધ વયના કૌટુંબિક બનેવીએ માનસિક બિમાર યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. જો કે ભોગ બનનાર યુવતીના ભાઈએ આ વૃદ્ધવયના બનેવીની કરતુત પોતાની નજરે નિહાળી હતી. જેથી તેઓએ તુરંત જ પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે કૌટુંબિક બનેવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના મકનસર આજુબાજુ રહેતા એક 25 વર્ષના યુવાને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે તેઓની એક બહેન જે 23 વર્ષની છે અને તે માનસિક બીમાર છે સાથોસાથ અપંગ પણ છે. તા. 7ના રોજ તેઓ રાત્રીના 11:30 કલાકે ઘરે આવ્યા તો તેમનો નાનો દીકરો ઘરે સૂતો હતો. પરંતુ તેઓની બહેન ઘરે ન હતી. બાદમાં તેઓએ આજુબાજુમાં તમામ જગ્યાએ તપાસ કરતા તેઓને બાજુમાં નવા મકાનમાં લાઈટ ચાલુ જોવા મળી હતી. મકાનની લાઈટ ચાલુ હોવાથી તેઓને શંકા જતા તેઓ ત્યાં અંદર પહોંચ્યા હતા. અંદર જતા વેંત જ તેઓના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

કારણકે સામે તેઓનો કૌટુંબિક બનેવી લાભુભાઈ વિશાભાઈ ગોહિલ રહે.ગોંડલ હાલ રફાળેશ્વર ઉ.વ.60 તેઓની બહેન સાથે કઢંગી હાલતમાં દુષ્કર્મ આચરતો હતો. ભોગ બનનાર યુવતીનો ભાઈ કૌટુંબિક બનેવીને પકડવા જતા તે નાશી છૂટ્યો હતો. બાદમાં યુવતીના ભાઈએ તાલુકા પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવત તાલુકા પોલીસે કૌટુંબિક બનેવી સામે ગુનો દાખલ કરીને તેની શોધખોળ આદરી હતી.અને અંતે તેને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. આ સમગ્ર ઘટના સામે આવતા વૃદ્ધવયના કૌટુંબિક બનેવી ઉપર સર્વત્રથી ફિટકાર વર્ષી રહ્યો છે.

 

રીપોર્ટ : જનક રાજા (મોરબી)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!