ઉપલેટા તાલુકાના ગાધા ગામે આલમસાહ પીરની ઉર્સની શાનદાર ઉજવણી

ઉપલેટાથી 5 કી. મી. ના અંતરે ઇસરા રોડ પર આવેલ હજરત આલમસાહ પીરની દરગાહ નો દર વર્ષે ઉર્સ ની ઉજવણી કરવામાં આવે છે તો આ વર્ષે પણ ખુબજ શાનદાર ઉર્સ ઉજવવા માં આવ્યો હતો આ ઉર્સ ના કાર્યક્રમમાં ઉપલેટા તથા આસપાસના ગામોના મુસ્લિમો ખુબ જ મોટી સંખ્યામાં દીદાર કરવા માટે આવે છે. ઉર્સમાં આવતા લોકો માટે ઉપલેટા થી ગાધા સુધી વિનામૂલ્યે વાહનોની વ્યવસ્થા ગોઠવવામાં આવે છે અને આખો દિવસ ન્યાજનો પ્રોગ્રામ રાખવામાં આવે છે અને રાત્રે કવ્વાલીનો પ્રોગ્રામ રાખવામાં આવે છે જેને નિહાળવા આસપાસના ગામોમાંથી ખુબ જ મોટા પ્રમાણમાં હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો દરગાહ પર આવે છે. અહીંયા દરગાહના આ બધા કાર્યક્રમમાં ની અંદરમાં કોઈ પણ જાતનો ફાળો લેવામાં આવતો નથી. દર વર્ષે ફક્ત અહીંના આગેવાનો દરગાહ ના ખાદીમ હાસમમિયા બાપુ, સલીમભાઈ હિંગોરા, દિલાવરભાઈ હિંગોરા, ઈકબાલબાપુ બુખારી તથા રજકભાઈ હિંગોરાના સહયોગથી આ સુંદર કાર્યક્રમ કરવામાં આવે છે.
રિપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)