માળિયા હાઈવે પરથી પોલીસે ૧૮ લાખનો દારૂ-બીયરનો જંગી જથ્થો ઝડપ્યો

- દારૂ અને ટ્રક સહીત ૨૮ લાખનો મુદામાલ જપ્ત : બે આરોપીને ઝડપી લેવાયા
- માળિયા હાઈવે પરથી પસાર થતા ટ્રકને આંતરી માળિયા પોલીસે તલાશી લેતા દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો ટ્રકમાંથી ૧૮ લાખથી વધુની કિમતનો દારૂ અને બીયરનો જથ્થો મળી આવતા પોલીસે ટ્રક અને દારૂ સહીત ૨૮ લાખનો મુદામાલ જપ્ત કરી બે શખ્શને ઝડપી લીધા છે
માળિયા પીએસઆઈ જી વી વાણીયાની ટીમના મનસુખભાઈ મંઢને બાતમી મળી હતી કે ધ્રાંગધ્રા તરફથી માળિયા હાઈવે પરથી દારૂ ભરેલ ટ્રક પસાર થવાની હોય જે બાતમીને આધારે ટીમના જે કે ઝાલા, વિપુલ ફૂલતરીયા, વિજ્યદાન ગઢવી, ચેતન કડવાતર, આશિષ રેહન, ખાલીદખાન સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન અણીયારી ટોલનાકા પાસેથી પસાર થતું આઈસર કન્ટેનર એચઆર ૪૬ સી ૯૦૩૩ ને આંતરી તલાશી લેતા ટ્રકમાંથી ઈંગ્લીશ દારૂ અને બીયરનો જંગી જથ્થો મળી આવ્યો હતો.
જે મુદામાલ કબજે લઈને પોલીસે ગણતરી કરતા ઈંગ્લીશ દારૂની પાર્ટી સ્પેશ્યલ ડીલક્સ વ્હિસ્કી, રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમિયમ વ્હિસ્કી, સહિતની વિવિધ બ્રાંડની દારૂની બોટલ નંગ ૭૮૭૨ કીમત રૂ ૧૫,૨૪,૦૦૦ અને ૨૮૩૨ બીયરના ટીન કીમત રૂ ૨,૮૩,૨૦૦ નો મુદામાલ મળી આવતા પોલીસે દારૂ બીયરનો જથ્થો તેમજ ૧૦ લાખનો ટ્રક સહીત કુલ રૂ ૨૮,૦૭,૨૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કર્યો છે.અને ટ્રકમાં સવાર આરોપી જગદીશકુમાર શ્રીરામમહેરસિંગ ખાતીજ રહે દિલ્હી અને સંતોષ શ્રીપાલસિંગ રાજપૂત રહે યુપી વાળા બે શખ્શોને ઝડપી લેવાયા છે તેમજ દારૂનો જથ્થો કોને મંગાવ્યો હતો અને ક્યાં સપ્લાય કરવા જતા હતા તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી