એક સાધતાં તેર તૂટે જેવી સરકારની હાલત

એક સાધતાં તેર તૂટે જેવી સરકારની હાલત
Spread the love
  • સરકારની હાલત સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગયી છે.

LRD ભરતીને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને સતત 64 દિવસથી અનામત વર્ગની મહિલાઓ સરકારના જીઆરનો વિરોધ કરી રહી છે. આ જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલાઓનું ઉચ્ચુ મેરિટ હોવા છતાં તેને જનરલ કેટેગરીમાં સમાવવામાં આવી નથી. જેને લઈને વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. હવે સરકાર પરિપત્રમાં સુધારો કરવા રાજી થઈ છે તો બિન અનામત સમાજ નારાજ થઈ ગયો છે. બિન અનામત વર્ગ ઈચ્છી રહ્યો નથી અને તેના લીધે તેઓ પણ ગાંધીનગર ખાતે મેદાનમાં ઉતરી આવ્યા છે.

બિન અનામત વર્ગના ઉમેદવારોએ ગાંધીનગર ખાતે પ્રધાનોને મળીને ચર્ચાની કરવાની માગણી કરી છે. જો સરકાર પ્રધાનોને નહીં મળવા દે તો તેઓ પોલીસ કસ્ટડીમાં જવા તૈયાર છે. આમ બિન અનામત સમાજે પણ ગાંધીનગર ખાતે ધામા નાખ્યા છે અને તેઓ પોતાની માગણીને લઈને અડગ જોવા મળી રહ્યાં છે. ગાંધીનગર ખાતે પોલીસે બિન અનામત વર્ગના આગેવાનોની અટકાયત કરી લીધી છે તેમજ મહિલા ઉમેદવારોને સમજાવવામાં આવી રહ્યાં છે. આ બાજુ મહિલા ઉમેદવારો પોતાના સમાજના આગેવાનોને છોડવામાં આવે તેવી માંગણી કરી રહ્યાં છે.

રીપોર્ટ : મનોજ રાવલ (ધનસુરા)

Admin

Admin

9909969099
Right Click Disabled!