મોરબીની કપોરીવાડી શાળામાં વિજ્ઞાનમેળો યોજાયો

- શાળાના બાળકો દ્વારા પવનચક્કી, વૃક્ષ નું જતન સહિત ૪૦ જેટલા પ્રોજેક્ટો રજુ કર્યા
મોરબીની કપોરીવાડી પ્રાથમિક શાળા ખાતે શાળા કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાનમેળામાં બાળકો દ્વારા પવનચક્કી, વૃક્ષનું જતન, હોસ્પીટલ, એટીએમ, સહિત ૪૦ જેટલી સ્વનિર્મિત વિજ્ઞાનની કૃતિઓ રજુ કરી હતી. વિજ્ઞાન મેળામાં બાળ વૈજ્ઞાનિકોએ તૈયાર કરેલ કૃતિઓ નિહાળવા અને બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન પૂરું પાડવા સ્કુલના આચાર્ય નિલેશભાઈ જોષી, સહિત શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. બહોળી સંખ્યામાં લોકોએ વિજ્ઞાન મેળાની મુલાકાત લઈ બાળકો દ્વારા રજુ કરેલ પ્રોજેક્ટો ની પ્રશંસા કરેલ હતી.
રીપોર્ટ :- જનક રાજા (મોરબી)