લજાઈના મહિલા તલાટીએ ગામના બે શખ્સો સામે ફરજ રૂકાવટ ફરિયાદ નોંધાવી

ટંકારા તાલુકાના લજાઈ ગામના મહિલા તલાટી એ ગામના બે શખ્સો સામે ફરજમાં રૂકાવટ કરી હોવાની ફરિયાદ નોંધાવી છે પોલીસ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાવની મળતી વિગત મુજબ ટંકારા તાલુકના લજાઇ ગામે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પૂજાબેન ગણેશભાઈ ભેંસદળીયા એ ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે તે ગ્રામ પંચાયતની ઓફિસ ફરજ બજાવી રહ્યા હતા ત્યારે તે જ ગામમાં રહેતા પકજભાઈ મસોત અને દયારામભાઈ ચાવડા આવીને તેમન કામ રૂકાવટ કરી તેમજ ગ્રામપંચાયત ઓફિસને તાળા બંધી કરવાની કોશિષ કરી હતી જે અંગે મહિલા તલાટી એ પોલીસમાં બને વિરૂદ્ધ ગુનો નોંધાવતા પોલીસ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે
રીપોર્ટ : જનક રાજા (મોરબી)