લાઠીના માલવીયા પીપરિયા ગંભીર ખામીવાળા “માનવ”ની ઈમરજન્સીમાં સારવાર

માલવિયા પીપરીયા ગામે રહેતા નરેશભાઈ ઝાપડીયા ના બે વર્ષ ના બાળક માનવ ને અચાનક થી જ પેટ નો દુઃખાવો અને સતત ઉલ્ટીઓ ચાલુ થઈ જતાં સોનોગ્રાફી રિપોર્ટ કરાવતા તેને આંતરડા એક બીજા માં ગૂંથાઈ જવાની ગંભીર ખામી હોવાનું જણાયું હતું. તાત્કાલિક તેની ખાનગી હોસ્પિટલ માં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં તેને પેટ પર ચિરો મૂકી આંતરડા કાપી ઓપરેશન કરવું પડી શકે તેમજ અંદાજિત એક થી દોઢ લાખ સુધી ખર્ચ આવી શકે તેવું જણાવ્યું હતું.
અલગ અલગ બે ત્રણ ખાનગી હોસ્પિટલો માં બતાવ્યાં બાદ બધે થી સરખો જ અભિપ્રાય મળતા માનવના ઘરના સભ્યો તેને નાની ઉંમરમાં આવું મોટું ઓપરેશન અને તેના મસમોટા ખર્ચ વિશે ચિંતા માં પડી ગયા હતાં. ત્યારબાદ પરત આવી તેના કાકા દિનેશભાઈ એ સ્થાનિક આરોગ્ય કાર્યકરોને આ વિશે વાત કરતાં, તેઓએ સમગ્ર પરિસ્થિતિથી આર.બી.એસ.કે. ટીમને વાકેફ કરી હતી. આ અંગે જાણ થતાં લાઠી ના આર.બી.એસ.કે. ટીમ ના નોડલ ડો. હરિવદન પરમાર એ તાત્કાલિક માનવના વાલી સાથે મુલાકાત કરી, તેની આરોગ્ય તપાસ કરી રિપોર્ટનો અભ્યાસ કરતા પરિસ્થિતિ ગંભીર જણાતા તેને શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ની સંદર્ભ સેવા અંતર્ગત સંપૂર્ણ વિના મૂલ્યે સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ મોકલ્યા હતા.
માનવ ની ઇમરજન્સી માં સર્જનો ની ટીમ દ્વારા કેમેરા અને સોનોગ્રાફી મશીન સાથે જોડેલા સાધનો દ્વારા અત્યાધુનિક પદ્ધતિ થી પેટ પર કોઈ મોટો ચિરો મૂક્યા વિના આતરડા કાપ્યા વગર સારવાર કરવા માં આવી હતી. હાલ માં માનવ સંપૂર્ણ સ્વસ્થ છે. સારવાર પૂર્ણ થાય બાદ માનવ ના વાલીઓ એ સરકાર શ્રી ની આવી યોજનાઓ દ્વારા સામાન્ય આર્થિક પરિસ્થિતિ ના લોકો ને પણ ઉતમ આરોગ્ય સુવિધાઓ મળવાના સંતોષ સાથે અમરેલી ના આરોગ્ય અધિકારી ડો. એચ.એફ.પટેલ, ડો. આર.કે. જાટ, ડો.આર.આર.મકવાણા, ડો. હરિવદન પરમાર, ડો. ચાંદની સોલંકી, ડો. સાગર પરવાડિયા અને આરોગ્ય વિભાગ નો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા