સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર ગોદાવરી ગામ પાસે પૂરબ જીનમાં આગ લાગી

સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર ગોદાવરી ગામ પાસે પૂરબ જીનમાં આગ લાગી
Spread the love

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મૂળી હાઈવે પર ગોદાવરી ગામ પાસે પૂરબ જીન માં આગ લાગી અંદાજે લાખો રૂપિયા નો કપાસ નો જક્સથ્થો બળી ને ભસ્મ થયો અને સુરેન્દ્રનગરની બે ફાઈર ફાઈટર ટીમ દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી આ આગ કાબુમાં આવી જતા મોટી જાન હાની ટળી હતી. સુરેન્દ્રનગર રાજકોટ હાઈવે પર ગોદાવરી ગામ નજીક પૂરબ જીનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.

આ આગ લાગવાના બનાવની ઘટનાની સુરેન્દ્રનગર ફાઈર ફાઈટરની ટીમને જાણ થતા બે ફાઈર ફાઈટર ટીમ સમયસર પહોંચી લાગેલી આગને ઓલવવા માટે બે ફાઈર ફાઈટરની ટીમની મદદ જેમાં ઘનશ્યામભાઈ,શકિતસિંહ, દીગુભા, રાજભા, અને ગોપાલભાઈ સહિતની ટીમ દ્વારા આ આગ ને કાબુમાં લેવામાં આવી હતી.

આ આગ ની જાણ મૂળી પોલીસ મથકે થતા ઘટના સ્થળે મૂળી પોલીસ દોડી આવી હતી આ આગ જીન કંપાઉન્ડ રહેલા ટેકટર ની નોજલ ફાટતા આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે પૂરબ જીન માં એક સાઈડ પડલો લાખો રૂપિયા નો કપાસ નો જથ્થો બળી ને ખાખ થય ગયો હતો જયારે ફાઈર ફાઈટર ની ટીમ તાત્કાલીક પહોંચી જતા લાગેલી આગ ને કાબુમાં લેવામાં આવી હતી અને આ આગ કાબુમાં આવી જતા કોઈ જાન હાની થવા પામી નથી.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!