ગુજરાતના દબાયેલ કચડાયેલા ગરીબ દયનીય પોલીસના જવાનોની દયનીય સ્થિતિ

ગુજરાતના દબાયેલ કચડાયેલા ગરીબ દયનીય પોલીસના જવાનોની દયનીય સ્થિતિ
Spread the love

ગુજરાતના દબાયેલ કચડાયેલા ગરીબ દયનીય પોલીસના જવાનોની દયનીય સ્થીતીના અહેવાલની અસર – સરકારે નોધ લીધી, સરકારે ધ્યાને લીધી, પ્રસાશન જાગ્યુ, તો ગુજરાત પોલીસને પડતી મુસ્કેલી, ગુજરાત પોલીસની દશા કોણ બતાવશે ? કોઇ પણ તહેવારમાં, VIP બન્દોબસ્તમાં, કોઇ પણ જુથ અથડામણમાં પબલીકના અન્ય રેલી/જુલુશમાં, ધડ/લુટ, ચોરી, અકસ્માત કોઇ પણ પ્રકારના બનાવમા પોલીસ પહેલા હોઇ છે. પોલીસ પોતાના જીવના જોખમે કામ કરતી હોઇ છે.

જુદા-જુદા વિભાગના કર્મચારીઓ પોતાના હક્કની લડાઈ માટે આંદોલન-ધરણાં કરે છે. પોલીસ આમાનુ કોઇ આંદોલન કે ધરણા નથી કરી શકતી કે નથી કોઇ રજુઆત કરી શકતી, તો પોલીસની માંગણી કે પોલીસની જરૂરીયાત વિશે કોણ પુછશે? માંગણી તેમજ જરૂરીયાત પુરી કોણ કરશે ? જરૂરીયા પર ધ્યાન કોણ આપશે ? પોલીસ માટે અવાજ ઉઠાવશે કોણ? વધુમા પોલીસ માટે કોઇ પોલીસ મિત્ર આંદોલન કે ધરણા કરે તો ખુદ પોલીસજ આવા લોકોને આંદોલન સ્થળેથી ઉપાડી અતકાયત કરે છે. આ પોલીસ પર પ્રેશર અને પોલીસની દશા વિશે જરા વિચારો..

ત્યારે… ગુજરાતની બાપડી, બિચારી, મહેનતુ, ઓછા મહેનતાણામાં કાળી મજૂરી કરનારી, ડીસીપ્લીનના નામે અત્યાચારને સહન કરવાવાળી ગુજરાત પોલીસ જેને પ્રેસિડેન્ટ કલર્સ નો લોગો આપવામા એવેલ છે. આ બહેરી મૂંગી સરકારને કોઈ જઈને સમજાવો… કે માત્ર એવોર્ડ, સન્માનો, અને વાહવાહીથી પેટ ભરાય નથી… એના માટે પોલીસની યોગ્ય પગાર બાંધણી કરો, યોગ્ય ભથ્થા સમયસર ચૂકવો…!!!

વર્ગ-૩માં અન્ય વિભાગોમાં 2400 to 4200 ગ્રેટ પે અને પોલીસને સૌથી ઓછો પગાર અને ગ્રેડ પે 1800 આપી ગુજરાત પોલીસને હળાહળ અન્યાય થઈ રહ્યો છે…!!! 1800 ગ્રેડ પે આપી સરકાર પોલીસને રાજ્ય સરકારના કર્મચારીને નથી ચોથા વર્ગમા ગણતી કે નથી ત્રીજા વર્ગમા ગણતી.

  • 1800 ગ્રેડ પે (૨૪ કલાક નોકરીના/કોઇ પણ પ્રાકરની રજા નહી/કોઇ પ્રકારનો ઓવર ટાઇમ નહી)
    (અન્ય તમામ રાજ્ય સરકારી કર્મચારીનો બેઝીક ગ્રેડ પે 2400 to 4200 જેમને ૮ કલાક નોકરી કોઇ અન્ય ઇમરજ્ન્સી ફરજ નહી)
  • 150 રૂ. પેટ્રોલ એલાઉન્સ
    (જનતાને આશા હોઇ છે કે પોલીસ પોતાની ગાળી લઇ નાઇટ પેટ્રોલીગ કરે અને બનાવ ના સ્થળે તાત્કાલીક પોહચે)
  • 25 રૂ. વોસીગ એલાઉન્સ (પોલીસના સારા ટર્નઆઉટની આસા રાખે ઉચ્ચ અધિકારીઓ)
  • 60 રૂ. ખાશ એલાઉન્સ (જીવના જોખમે નોકરી કરવાની ને ખાશ એલાઉન્સ ૬૦ રૂ. કયા જમાનામા જીવી રહ્યા છે?)
  • 300 રૂ. મેડીકલ એલાઉન્સ (પોલીસના સારા સ્વાસ્થની આસા રાખે. નોકરી ટાઇમ સર કરે રજા ઓછી મળે તો સરકાર પોલીસ કર્મચારીના સારા સ્વાસ્થ્યનુ ધ્યાન સરકાર કેમ નથી આપતી. પોલીસને મળતા ૩૦૦ મેડીકલ એલાઉન્સ બંધ કરી કર્મચારી રાજ્ય વિમા નિગમ-ESICની સુવિધા કેમ નથી આપતી?)
  • 900 રૂ. હાઉસીંગ એલાઉન્સ (આટલા રૂપિયામા કોઈ ઘર ભાડે લઇ ને બતાવે સરકાર. પગારના ૧૦% ઘર ભાડુ આપવાનુ થતુ હોઇ જે પણ સરકાર દ્વારા પોલીસ ને નથી આપવામા આવતુ) રજા પગાર છઠ્ઠા પગાર પંચ મુજબ જેમાં પણ સરકાર કાપ મુકી રહી છે. (૨૦૧૬ થી ૭મુ પગાર પંચ અમલ માં છે).

આટલા વર્ષોના જીવના જોખમે નોકરી અને બલીદાન આપ્યા પછી નો પેન્સન નો ટેન્સન ની સ્કીમ તો ખરી જ.

પોલીસના પગારમાંથીજ સી.પી.એફ.ના નામે રૂપીયા કાપી પોલીસના ઓછા પગારમાંથીજ પેન્સન આપવાની વાત કેટલી યોગ્ય?
પોતાના હક્કોની લડત લડવા ગુજરાત પોલીસ પાસે યુનિયન નથી…!!! પોલીસ ફેવરમા કોઈ એમ.પી. એમ.એલ.એ. કે આઇ.પી.એસ. કે કોઈ પક્ષ બોલાવા તૈયાર નથી પોલીસની જરૂર બધાનેજ છે પરંતુ પોલીસ માટે બોલવા કે લડવા કોઇ તૈયાર નથી.

દેશના અને ગુજરાતના મીડિયાએ આના ઉપર પણ પ્રકાશ પાડવો જોઈએ… ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી, ગુજરાત રાજ્યના ડી.જી.પી. શ્રી, પોલીસ મિત્રો (વિષ્ણુ ઠાકોર), પોલીસ વિશે માહીતી રાખતા મિત્રોને સાથે રાખી આપની ચેનઓ ઉપર લાઇવ ડીબેટ રાખો તેમજ ફોઇ પણ માણસ આ લાઇવ ડીબેટમાં ફોન કરી શકે તેમજ આ ગુજરાત પોલીસની પરીસ્થીતીને આમ જનતા સુધી પોચાડો જે પોલીસ પાસે ખુબજ આશા રાખી ને બેઠી હોઇ છે.

પોલીસ નવી ભરતી કોન્સ્ટેબલને ફિક્સ પગાર રૂપિયા 19950 મળતો હતો. પાંચ વર્ષ થતાં પુરા પગારનો લાભ આપતા માસિક રૂપિયા 1450નું નુકસાન થઇ રહ્યું છે. પુરા પગારનો લાભ લેતા કોન્સ્ટેબલને માસિક રૂપિયા 18500 મ‌ળી રહ્યા છે. પગારની વિસંગતતાથી રાજ્યભરના કોન્સ્ટેબલોમાં રોષ જોવા મળી રહ્યો છે. પગાર મળતાં ફરિયાદ છતાં ઉકેલ નહીં.

  • સરકારી નોકરીમાં ભરતી થયેલાને પાંચ વર્ષ માટે ફિક્સ પગાર અપાય છે
  • સરકારે સમયાંતરે ફિક્સ પગારમાં વધારો કર્યો
  • પાંચ વર્ષના અંતે પુરો પગાર, ફિક્સ પગાર કરતા રૂપિયા 1450 ઓછો મ‌ળે છે
  • સંબંધિત વિભાગને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં કોઇ જ ઉકેલ આવ્યો નહી
  • ટીએ/ડીએ, એચઆરએ સહિતના મળવાપાત્ર લાભો મળવા છતાં પગાર ઓછો

એહવાલ : અલ્પેશ પટેલ, વડાલી

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!