લીલીયા મોટા ઉમાધામ ખાતે આગામી માર્ચમાં રજતજ્યંતી મહોત્સવ સ્થળનું ભવ્ય ભૂમિપૂજન

શ્રી અમરેલી વિસ્તાર બાવન ગામ કડવા પાટીદાર સમાજ આયોજીત આગામી માર્ચ માં યોજનાર ત્રિદિવસીય મહોત્સવ સ્થળનું અનેકો અગ્રણીઓ સમાજ રત્નો સામાજિક સ્વૈચ્છિક કેળવણીકાર રાજસ્વીઓની ઉપસ્થિતિ લીલીયા મોટા ખાતે અમરેલી વિસ્તાર બાવન ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા કડવા પાટીદારના કુળદેવી શ્રી ઉમિયા માતાજી મંદિર લીલીયા મોટા ખાતે આગામી માર્ચમાં ત્રિદિવસીય રજત જયંતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે.
જેમની લીલીયા મોટા શ્રી ઉમિયા માતાજી મંદિરના સાનિધ્યમાં ઉત્સવની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આગામી તા.૨૮થી ૩૦ મી માર્ચ સુધીના ત્રિદિવસીય ભવ્યાતી ભવ્ય રજત જયંતિ મહોત્સવ-૨૦૨૦ નિમિતે મંદિર ખાતે ૨૫ પાટોત્સવ અલૌકિક ત્રિદિવસીય ૨૧ કુંડી હોમાત્મક શતચંડી યાગ, માતાજીની ભવ્ય શોભાયાત્રા, ભોજન પ્રસાદ, ભજન, સાંસ્કૃતિક કાર્યક્રમો, ધર્મ સભા, કૃષિ શિબિર સહિતના કાર્યક્રમોના આયોજનની ઉત્તમોત્તમ વ્યવસ્થા ઓ માટે મહોત્સવ સ્થળનું ભૂમિપૂજન કરાયું હતું.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા