ભીગરાડના વિજય સાહોલિયાએ અનોખી રીતે ઉજવી લગ્નની આઠમી વર્ષગાંઠ પ્રેરણા

ભીગરાડના વિજય સાહોલિયાએ અનોખી રીતે ઉજવી લગ્નની આઠમી વર્ષગાંઠ પ્રેરણા
Spread the love

લાઠી તાલુકા ના ભીગરાડ ના યુવાન વિજય સાહોલિયા એ મેરજ દિવસ ની પ્રેરણાત્મક ઉજવણી કરી સારો વિચાર અવવો એ પણ ઈશ્વરની કૃપા હોય તો આવે અત્રે હાઈફાઈ જીવન શેલી દોડધામ ને દેખાદેખી પરંપરા રિવાજના નામે ખૂબ મોટા ખર્ચા કરી જન્મ દિન લગ્ન દિવસ ઉજવાય રહ્યા છે ત્યારે વિજયભાઈ સાહોલિયા અને પત્ની આશાબેન સાહોલિયાએ અનોખી રીતે પોતાના લગ્નની આઠમી વર્ષગાંઠની ઉજવણી.

અમરેલી શહેરમાં આવેલી મુક બધિર શાળા અંધજન શાળા પ્રજ્ઞાચક્ષુ સંસ્થા અનાથ શાળા મણીનગર સહિતની સંસ્થાઓ જઈ વિજયભાઈ સાહોલિયા પત્ની આશાબેન સાહોલિયા એ લગ્નોત્સવ ની આઠમી સાલગીરાની અનોખી ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાના મુકબધિર અંધજનો અનાથો સાથે ભોજન કરાવી દિવસ ભર તેમની સાથે રહી ખૂબ એન્જોય કરી ઉત્સાહથી ઉજવી. સારો વિચાર આવવો પણ ઈશ્વરની કૃપા હોય છે મોંઘી હોટલ હિલ સ્ટેશનના બદલે અંધશાળા અનાથ મુકબધિર સાથે એન્જોય કરી સમસ્ત માનવ સમાજ માટે પ્રેરણાત્મક રીતે લગ્નની આઠમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી પોતાના સગીર સંતાનને સાથે લઈ જઈને વિવિધ સંસ્થાઓ માં ભોજન કરાવ્યું હતું.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!