લીંબડી મુકામે તળપદા કોળી સમાજનો 22મો સમુહ લગ્ન સમારોહ

લીંબડી નેશનલ હાઈવે પર આવેલ શ્રી તળપદા કોળી સમાજ ની બોડિઁગ. નાં પટાંગણમાં લીંબડી તથા ચુડા તાલુકા તળપદા કોળી સમાજ આયોજીત 22 મો સમુહ લગ્ન સમારોહ આજરોજ રોજ યોજાઈ ગયો. જેમાં લીંબડી. ચુડા. તેમજ અન્ય તાલુકા અને જીલ્લામાંથી કુલ 34 નવયુગલો એ પ્રભુતામાં પગલાં પાડીને આજે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં.
આ પ્રસંગે લીંબડીનાં ધારાસભ્ય સોમાભાઈ પટેલ, માજી સાંસદ શંકર ભાઇ વેગડ, ધંધુકાનાં માજી ધારાસભ્ય રણછોડભાઈ મેર, તેમજ કોળી સમાજનાં રાજકીય તેમજ સામાજિક નામી અનામી અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડનાર 34 નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા. આ કાર્યક્રમનું આયોજન લીંબડી ચુડા તાલુકા તળપદા કોળી સમાજ સમુહ લગ્ન સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું.
રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (લીંબડી)