છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને વાપી ગામેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને વાપી ગામેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી
Spread the love
  • છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતા ફરતા આરોપીને વાપી ગામેથી પકડી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી

શ્રી નિર્લિપ્ત રાય સાહેબ પોલીસ અધિક્ષક અમરેલીનાઓએ રાજયના નાસતાં ફરતા આરોપીઓ તેમજ ગુન્હાના કામે પકડવાના બાકી આરોપીઓ તથા ફરાર કેદીઓ અંગે માહીતી મેળવી નાસતા ફરતા આરોપીઓ વિરુધ્ધ ધોરણસર કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇ.ચા પો.સબ ઇન્સ. શ્રી આર.કે.કરમટા સાહેબના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના એ.એસ.આઇ બી.વી. પરમાર તથા હેડ કોન્સ. શ્યામકુમાર બગડા તથા હેડ કોન્સ. અજયભાઇ સોલંકી તથા હેડ કોન્સ. જયદિપસિંહ ચુડાસમા તથા પો.કોન્સ. જીગ્જ્ઞેશભાઇ પોપટાણી તથા પો.કોન્સ. જનકભાઇ કુવાડીયા તથા પો.કોન્સ. રાધવેન્દ્રકુમાર ધાધલ નાઓની ટીમ દ્વારા સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૬૧/૨૦૧૭ IPC ક.૩૬૩, ૩૬૬, ૩૭૬, ૧૧૪ પોકસો ક.૧૮ વિ. મુજબ છેલ્લાં ત્રણેક વર્ષથી અપહરણના ગુન્હામાં મદદગારી કરનાર મધ્યપ્રદેશના રહેવાસી નાસતાં ફરતા આરોપીને વલસાડ જીલ્લાનાં વાપી ગામે થી પકડી પાડેલ.

પકડાયેલ આરોપી
ઠાકોર નંદુભાઇ ભાભર ઉ.વ.-૨૪ ધંધો-મજુરી મુળ-ગામ-રોજા (વિરપુર) તા.ગંધવાણી જી.-ધાર (એમ.પી.) હાલ-રહે.-વાપી ઠે.જીઆઇડીસી વિસ્તારમાં ડી-માર્ટ મોલની સામેલ પદમ પ્લાસ્ટીક કારખાનામાં તા.વાપી જી.વલસાડવાળાને તા.૧૮/૦૨/૨૦૨૦ ના રોજ વાપી ગામેથી પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પોલીસને સોંપવા તજવીજ કરેલ. આમ, શ્રી નિર્લિપ્ત રાય પોલીસ અધિક્ષકશ્રી અમરેલી નાઓની સુચનાથી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલીના ઇન્ચાર્જ પો.સબ.ઇન્સ આર.કે.કરમટા સાહેબ તથા પેરોલ ફર્લો સ્કવોર્ડ અમરેલી દ્વારા છેલ્લાં ત્રણેક (૩) વર્ષથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ના અપહરણના ગુન્હામાં મદદગારી કરનાર મધ્યપ્રદેશ ના રહેવાસી નાસતા ફરતા આરોપીને વાપીથી પકડી પાડેલ.

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!