અમેરિકાની કંપની ડીએક્સ પાર્ટનર્સ ગુજરાતના ૮ ટેક સ્ટાર્ટઅપમાં રોકાણ કરશે

અમદાવાદ,
અમેરિકા Âસ્થત વેન્ચર સ્ટુડિયો કંપની ડીએક્સ પાર્ટનર્સ ગુજરાતમાં આગામી એક વર્ષમાં વધુ ૮ ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાની યોજના ધરાવે છે. કંપનીએ આ પહેલા અગાઉ રાજ્યના ૭ ટેક્નોલોજી સ્ટાર્ટઅપમાં અંદાજે રૂ. ૧૦ કરોડનું રોકાણ કર્યું છે. ડીએક્સ પાર્ટનર્સના સ્થાપક અને મેનેજીંગ ડિરેક્ટર સંદીપ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેક્નોલોજીને લગતા સ્ટાર્ટઅપ્સ માટે ઘણી સંભાવનાઓ રહેલી છે, પરંતુ યોગ્ય ઇકો સિસ્ટમના અભાવે આવા સ્ટાર્ટઅપ્સને યોગ્ય તક મળતી નથી. અમારો ઈરાદો છે કે આવા લોકોને ઇન્વેસ્ટમેન્ટ અને કામ મળી રહે તે માટે એક પ્લેટફોર્મ ઉભું કરવામાં આવે. ૨૦૨૧ સુધીમાં ૨૦૦ લોકોને રોજગારી મળે તેવા અમારા પ્રયત્નો રહેશે.
સંદીપ સંઘવીએ જણાવ્યું કે, ગુજરાતમાં ટેક્નોલોજી સ્ટાર્ટઅપ્સ માટે એક ઈકોસિસ્ટમ બને તે હેતુથી કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ અને સ્ટુડન્ટને એક મંચ પર લાવવા એક કોમ્યુનિટી જેવું સેટઅપ બને તે માટે ડીએક્સ હબ પ્લેટફોર્મ બનાવવામાં આવશે. આ હબ એક બીજાની જરૂરિયાતોને સમજી અને તેને પૂરી કરશે જેથી તમામ લોકોને ફાયદો થાય. આમાં ખાસ કરીને સ્ટાર્ટઅપને તેમની જરૂરિયાત મુજબનું ફંડ મળી રહે તે અંગે પણ સક્રિય ભૂમિકા રહેશે.
ડીએક્સ પાર્ટનર્સના મેનેજીંગ પાર્ટનર તેજસ શાહે જણાવ્યું કે, અમે ગુજરાતમાં વીતેલા સાત મહિનામાં ૭ સ્ટાર્ટઅપ્સમાં રૂ. ૧૦ કરોડ જેટલું રોકાણ કરી ચુક્્યા છીએ અને આવતા દિવસોમાં વધુ ભંડોળ એકઠું કરવામાં આવશે. આ માટે અમે વિવિધ વેન્ચર કેપિટલ ફંડ, પ્રાઈવેટ ઇÂક્વટી તેમજ હાઈ નેટવર્થ ઇન્ડીવિડયુઅલ્સ સાથે વાત કરીશું. અમે ૨૦૨૨ સુધીમાં અંદાજે ૧૦૦ મિલિયન (લગભગ રૂ. ૭૦૦ કરોડ)નું ફંડ ભેગું કરવા ધારીએ છીએ.