સચિન જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી

સચિન જીઆઈડીસીમાં પ્લાસ્ટિકના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરી મચી
Spread the love

૬ ફાયર ફાઈટર ઘટના સ્થળે પહોંચી ગયા હતા
સુરત,
સુરતમાં દિવસે અને દિવસે આગના બનાવો વધતા રહે છે અને તંત્ર દ્વારા પણ કડક પગલાં ભરવામાં આવતા હોવા છતાંયે ક્્યાંક નહીંને ક્્યાંક ફાયર ફાયર સેફટીમાં ચૂક રહી જવાથી આગના બનાવો સર્જાતા રહે છે. મંગળવારના રોજ સુરતના સચિન વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગવામાં પામી હતી. ૬ ફાયર ફાઈટર ઘટના સ્થળે આગ બુઝાવવા પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર આગ પ્લાÂસ્ટકના ગોડાઉનમાં લાગી હોવાથી વિકરાળ રૂપ ધારણ કરી લીધું છે. પ્લાÂસ્ટક સળગ્યું હોવાના લીધે આગના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. સમાચાર લખાઈ રહ્યા છે ત્યારે ફાયર બ્રિગેડને ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. જાન હાનિનો બનાવ હજુ સુધી ચોપડે નોંધાયો નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!