અમરેલી ખાતે હોમગાર્ડ જવાનો નું પ્રમોશન માટે રેન્ક ટેસ્ટ ૨૦૨૦નું આયોજન

- અમરેલી ખાતે હોમગાર્ડ જવાનોનું પ્રમોશન માટે રેન્ક ટેસ્ટ ૨૦૨૦ નું આયોજન કરવામાં આવ્યું.- પરીક્ષા ના દિવસે જ રિઝલ્ટ જાહેર કરતા જીલ્લા કમાન્ડન્ટ અશોક જોષી.
જિલ્લા હોમગાર્ડઝ દળ, અમરેલી દ્વારા હોમગાર્ડઝ જવાનોના પ્રમોશન (બઢતી) માટે એન.સી.ઓ. રેન્ક ટેસ્ટ-ફેબ્રુઆરી-૨૦૨૦નું આયોજન અમરેલી જિલ્લા મથક ખાતે તા.૨૨ થી ૨૩ ફેબ્રુઆરી -૨૦૨૦ દરમિયાન કરવામાં આવ્યુ. કુલ ૩૨ માનદ હોમગાર્ડઝ સભ્યોએ ૫રીક્ષા માટે ફોર્મ સબમીટ કરેલ. જિલ્લા પંસદગી સમિતિએ ફોર્મ ચકાસણી અને સ્કેનીંગ બાદ નિયત શૈક્ષણીક તેમજ તાલીમ લગત લાયકાત ઘરાવતા ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા.
બે અરજી ફોર્મ નામંજૂર થતા ૩૦ ઉમેદવારો ૫રીક્ષામાં બેસવા લાયક ઠરેલ.જે પૈકી ચાર ઉમેદવારો ગેરહાજર રહેતા હાજર ૨૬ ઉમેદવારોની ૫રીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. તા.૨૨ તથા તા.૨૩ના રોજ યોજાયેલ મેદાની તેમજ લેખિત ૫રીક્ષા માટે ૨૬ સભ્યો હાજર રહેલ.. આઘુનિક ટેકનોલોજીના ઉ૫યોગ દ્વારા એન.સી.ઓ.રેન્ક ટેસ્ટનું ૫રિણામ ૫ણ તા.૨૩/૦૨/૨૦૨૦ના રોજ જાહેર કરવામાં આવેલ.
સદરહું ૫રીક્ષા માટે પસંદગી સમિતિ અઘ્યક્ષશ્રી અશોક જોષી-જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડઝ-અમરેલી તથા સભ્યશ્રી એસ.એલ.શેખવા (સ્ટાફ ઓફીસર) સબ ઇન્સ્પે.ઇન્સ્ટ્ર.શ્રી જે.ટી.ખુમાણ તથા સભ્યશ્રી અરવિંદ બારૈયા (કં૫ની કમાન્ડર)નાઓના માર્ગદર્શન નીચે અઘિકારી શ્રી પાઘડાળ, શ્રી જોષી, શ્રી પિલુકીયા, શ્રી સા૫રીયા તથા શ્રી ત્રિવેદી, અમીતગિરી ગોસ્વામી એ ૫રીક્ષામાં મદદ કરેલ.
રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)