લખતર નો અણમાનીતો રોડ બનાવવાનું મુહર્ત કયારે આવશે…?

લખતર નો અણમાનીતો રોડ બનાવવાનું મુહર્ત કયારે આવશે…?
Spread the love
  • લોકો અનેક વાર ભૂગર્ભ ગટર ની કડ ના લીધે ઠેસ આવાથી પડે છે અને વાહનચાલકો અને રાહદારીઓ ને પારાવાર હાલાકી વેઠવી પડે છે

સુરેન્દ્રનગર જિલ્લા ના લખતર ગામે આવેલ ગાડી દરવાજાથી નીલકંઠ મહાદેવના મંદિરથી ઉગમણા દરવાજા સુધી રોડ એટલો બિસ્માર હાલત માં છે ને કે ગામલોકો ને કપડાં ધોવાજવા માટે ,શાળા એ જતા વિદ્યાર્થી, શાક માર્કેટ, મંદિરે લોકો દેવદર્શન ને જતા ગામના રહીશો ને અનેક પ્રકાર ની હાલાકીઓ વેઠવી પડે છે અને ગાડી દરવાજાથી ને નીલકંઠ મહાદેવના મંદિર સુધી તો સાવ બિસ્માર હાલત માં રોડ છે જયારે નેતાઓ વિકાસ નો ડિગો મારનારાઓ ને ખબર છે કે આ રોડ ઉપર ઠેર ઠેર ઉબડખાબડના લીધે ચાલી ને નીકળતા લોકો ને ભૂગર્ભ ગટર ની કડના લીધે ઠેસ આવા રાહદારીઓ કેટલી વખત પડેલાના બનાવો બન્યા છે.

નાની મોટી ઇજાઓ ના ભોગ બનેલા છે છેલ્લા આ રોડ બનયા ને લગભગ આશરે 20 વર્ષ પહેલા રોડ બનાવવા માં આવ્યો હતો ત્યારથી આજદિન સુધી રોડ બનાવવા માં આવ્યો નથી જયારે રાજ્ય સરકાર ગામડાઓના વિકાસની ચિંતા કરે છે અને તેને પ્રાધાન્ય આપે છે આવું કહેનાર નેતાઓને લખતર ની જનતા શોધે છે અને લખતર ગામની જનતાનો એક જ સવાલ છે વહેલી તકે આ રોડ નવો બનાવે અને રાહદારીઓ ને પડતી હાલાકી દૂર કરે તેવી લખતર ગ્રામજનો ની માંગણી અને લાગણી છે.

રિપોર્ટ : દિપકસિંહ વાઘેલા (સુરેન્દ્રનગર)

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!