અમરેલીના ચિતલ ખાતે હોમગાર્ડ યુનિટના સહયોગથી ૬૩મો નેત્ર નિદાન કેમ્પ

અમરેલી ના ચિતલ ખાતે હોમગાર્ડ યુનિટ ના સહયોગ થી૬૩ મો નેત્ર નિદાન કેમ્પ યોજાયો.- ૧૦૦ દર્દીઓએ લાભ લીધો. ૪૩ દર્દીઓને મોતિયા ના ઓપરેશન કરી આપવામાં આવ્યા.
ચિતલ ખાતે શ્રી રણછોડદાસજી ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ તથા વિદ્યાભારતી ટ્રસ્ટ ચિતલ દ્વારા હોમગાર્ડ યુનિટ ના સહયોગ થી ૬૩ મો નેત્ર નિદાન કેમ્પ નું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું હતું આ તકે આંખ ના રોગો થી પીડાતા ૧૦૦ દર્દીઓએ લાભ લીધો હતો જેમાંથી ૪૩ દર્દીઓને વિનામૂલ્યે મોતિયા ના ઓપરેશન કરી આપવામાં આવ્યા હતા.
આ કેમ્પ નું ઉદ્દઘાટન તથા દીપપ્રાગટય અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી અશોકભાઈ જોષી દ્વારા કરવામાં આવ્યું હતું આ તકે હિતેષભાઈ મહેતા, વજુભાઈ સેજપાલ, બીપીનભાઈ દવે, એસ. એલ. શેખવા, સુરેશભાઈ પાથર, મનુભાઈ, મહેશભાઈ દવે, જગાભાઈ તથા ચિતલ ગામના અગ્રણીઓ અને હોમગાર્ડ યુનિટ ના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ.- જય આગ્રાવત (અમરેલી)