અમરેલી : બાબરાના ધુફણીયા ખાતે તળાવના આરસીસી ડેમનું ખાતમુહૂર્ત

અમરેલી ના બાબરા તાલુકા ના ધુફણીયા ખાતે ધારાસ્યશ્રી વિરજીભાઈ ઠુંમર તેમજ તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયાના વરદ્ હસ્તે ખાતમુહૂર્ત તેમજ ઘર નું ઘર ની મુલાકાત કરી મહિલાઓ દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાંઆવ્યું. ધ્રુફનીયા ખાતે ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુંમર તેમજ લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયાના વરદ હસ્તે ૧૨ લાખથી વધુના ખર્ચે નાની સિંચાઈની કચેરીમાંથી ધ્રૂફનીયાના તળાવના આર.સી.સી. ડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
અમરેલી જિલ્લા ભરમાંથી માત્ર લાઠી તાલુકા ને જ નાની સિંચાઇ કચેરી ખાતે થી ધારાસભ્ય શ્રી વિરજીભાઇ ઠુમર દ્વારા કરાયેલી દરખાસ્તને મંજૂરી આપવામાં આવી ધ્રુફણીયા ખાતે પધારેલા તમામ મહાનુભાવોનું મહિલાઓ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરી મહિલા સશક્તિકરણ નું ઉમદા ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું તેમજ ધ્રુફણીયા ખાતે તાજેતરમાં જ શરૂ કરાયેલા ઘરનું ઘરની મુલાકાત લઇ ખુબ ખુશી વ્યક્ત કરી અને ધ્રુફણીયા ગામના તમામ લોકો તેમજ સુરત રહેતા આગેવાન શ્રીઓ અને યુવાનોની સમજ ની સરાહના કરી વાત્સલ્યમૂર્તિ વડીલોની ખેવના રાખતા સુરત રહેતા સંતાનોના સંસ્કાર અને વતનના વડીલોની દરકાર ને દાદ દેતા ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા.
આ તકે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવિયા જિલ્લા પંચાયત સદસ્ય શ્રી ઘનશ્યામભાઈ રાઠોડ માજી તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામજીભાઈ ઇસા મલિયા લાઠી તાલુકા કોંગ્રેસ અગ્રણી ઘનશ્યામભાઈ ગોલતર તેમજ ગામના સરપંચ શ્રી ગ્રામ પંચાયતના તમામ સદસ્યશ્રીઓ ગામના વડીલ એવા તુલસીભાઈ કાત્રોડીયા, કાળુભાઈ કાત્રોડીયા, ડુંગરભાઈ ભરતભાઈ વસાણી, શંભુભાઈ કાત્રોડીયા, તુલસીભાઈ કળથિયા, ગોરધનભાઈ ભીખાભાઈ બાર તેમજ કલાભાઈ કુવાડીયા ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : જય આગ્રાવત (અમરેલી)