રાજુલાના કુંભારિયા ગામ વાર્ષિક ઉત્સવ યોજાયો

રાજુલા શહેર ના કુંભારીયા ગામે આવેલી ઓમ ઇન્ટરનેશનલ વિદ્યાસંકુલ માં આ શાળા નો 12 મો વાર્ષિક ઉત્સવ યોજવામાં આવ્યો જેમાં જેમાં આ કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમ ને ખુલ્લો મૂકવામાં આવેલ તેમજ આમંત્રિત મહેમાનો નું પુષ્પગુચ્છથી આ શાળાના ટ્રસ્ટીઓ દ્વારા સ્વાગત કરવામાં આવેલ જેમાં આ શાળાના બાળકોએ પોતાની કૃતિઓ રજુ કરેલ આ કાર્યક્રમમાં રાત્રિના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી યોજાયેલ.
જેમાં હજારોની માનવમેદની વચ્ચે આ વાર્ષિક ઉત્સવમાં બાળકોએ વાલીઓ ના તેમજ આમંત્રિત મહેમાનો ના દીલ જીતી લીધેલા ઉપરોક્ત કાર્યક્રમમાં અમરેલી થી જિલ્લા શિક્ષણ અધિકારી તેમજ નેવી ના કર્મચારી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાંથી પધારેલા શાળાના આચાર્યશ્રીઓ તેમજ રાજકીય આગેવાનો ખાસ ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન નિકુંજ ભાઈ પંડિતે કરેલ આ શાળામાં દર વર્ષે આવા કાર્યક્રમો કરીને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે ત્યારે આ કાર્યક્રમમાં પધારેલા શિક્ષણ અધિકારી શ્રી એ આ શાળાને અભિનંદન પાઠવેલ છે
યોગેશ કાનાબાર (રાજુલા)