ઉપલેટાના આંગણે ભારત વર્ષમાં સૌપ્રથમ વખત ભૂત,પ્રેત, પિસાચ, જીનાતનું અસ્તિત્વ છે કે નહીં ??

- ઉપલેટાના લોકો માટે અનોખો જાહેર શો
ઉપલેટાના બાપુના બાવલા ચોકમાં તારીખ 8/3/2020 ના રોજ રાત્રે ભુત,પ્રેત,ચુડેલ,ખવીસ જેવી અગોચર શું અસ્તીત્વ છે કે નહિ આ અંગેનો એક જાહેર શો ૮:૧૫ કલાકે કરવામાં આવનાર છે કાયમી માટે ઉપલેટામાં કંઈક નવું અનોખું કરવાની છાપ ધરાવતા જેઠાભાઈ ડેર દ્વારા સત્ય હકીકત આધારિત ગોચર અગોચર ભૂત,પ્રેત,પિસાચ,ચુડેલ,ખવીસ જેવી અગોચર ની વાતો પ્રસ્તુત કરવામાં આવશે આ કાલ્પનિક કે ઉપજાવી કાઢેલ નહીં પણ હકીકત સાથે વર્ણવમાં આવશે ભૂત,પીસાચ,કે આવી અગોચર શક્તિ જે વર્તમાન વિજ્ઞાનના યુગમાં પણ વિજ્ઞાનને પણ વિચારતું કરી મૂકે તેવી છે આ શો અંગેની માહિતી શો ના આયોજક અને પ્રસ્તુત કરતા જેઠાભાઈ ડેર દ્વારા પત્રકાર પરિષદ બોલાવી હતી અને આ અંગે પત્રકારોને જણાવેલ હતું.
હાલમાં અમેરિકાના વ્હાઇટ હાઉસથી લઈ ભારત અને દુનિયાના કેટલાક દેશોમાં આવી અજીબો ગરીબ ઘટના બને છે અને તે હકીકત સાબિત થય ગયેલ છે કે આ સૃષ્ટિ પર અગોચર ની દુનિયા પણ પોતાનું અસ્તિત્વ જમાવી બેઠી છે અને સાથે બહાર પાટેલ પત્રિકામાં પણ લખવામાં આવ્યું છે કે કાચાપોચા હદયના લોકોએ આ શોમાં આવવું નહીં તેવી સલાહ આપેલ છે આ શો ની વાતો ઉપલેટા ગામમાં તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકોને હવે તારીખ 8/3/ 2020 સુધી રાહ જોવા મજબૂર બનાવી દીધા છે આ શો ત્રણ કલાકના એક જાહેર શો નું આયોજન બાવલા ચોકમા કરવામાં આવેલ છે આ શોમાં 10-15 હજાર માણસો બેસી અને સો જોઈ શકે તેવી વ્યવસ્થા અને બહેનો માટે ખાસ અલગથી બેસવાની વ્યવસ્થા રાખેલ છે આ શો માં લોકોને ફી માં આવવા આમંત્રણ આપેલ છે બસ હવે તો 8/3/2020 લોકોને રાહ છે.
રિપોર્ટ : વિપુલભાઈ ધામેચા (ઉપલેટા)