હિંમતનગરના ચાર યુવાનોને રાજસ્થાનના ઉદયપુર પાસે નડ્યો અકસ્માત

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ના ચાર યુવાનો પોતાની મારુતિ સીયાજ કાર લઈને રાજસ્થાન પરીક્ષા અર્થે કામકાજ પતાવી હિંમતનગર પરત ફરતા સમયે રાત્રિના સમયમાં ઉદયપુર પાસે લોડીંગ કન્ટેનર ની પાછળ પોતાની કાર અચાનક ગુસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેને પગલે સ્થાનિક પોલીસે જેસીબી મંગાવી સ્થાનિક લોકોની મદદ લઈ ઇજાગ્રસ્તોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
જેમાં ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે એક યુવાન ઇજાગ્રસ્ત થતા તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સ્થાનિક પોલીસે મરણ જનાર ને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી તેના વાલીવારસા ને લાશ સોંપવા ની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેને લઇ સમગ્ર હિંમતનગરમાં અકસ્માત ના સમાચાર સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર હિંમતનગર શોકની લાગણીમાં ફેરવાયું.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)