તાજપુર – રોઝડ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા ત્રણ યુવકોનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત.
- હાઈવા અને ડસ્ટર ગો કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાવાથી કારમાં આગ લાગવાને કારણે ત્રણ યુવકો અંદર સળગી જવાથી ત્રણેયનું મોત નિપજ્યું હતું
તલોદ તાલુકાના તાજપુર-રોઝડ વચ્ચે દેગમાર તળાવ જોડે સી.એન.જી ગેસ પંપ ની પાસે તા-28-02-2020 ને શનિવારના રોજ રાત્રે અંદાજીત 11:00 વાગ્યા પછી હાઈવા નંબર GJ02 ZZ 2547 સાથે ડસ્ટર ગો કાર નંબર GJ01 ET 9764 ની કાર સાથે ગમખ્વાર અકસ્માત સર્જાતા તરત જ ડસ્ટર ગો કારમાં ભયાનક આગ લાગી હતી અને આ આગ દરમિયાન કારના દરવાજા લોક થઈ જતા ત્રણેય યુવાનો કારમાં ફસાઈ ગયા હતા ત્યારબાદ બચવાનો કોઈ ઉપાય ન મળતા આ ત્રણેય યુવાનો કારમાં સળગી ગયા હતા અને આ ત્રણેય યુવાનોનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. ત્યાંની પરિસ્થિતી એવી હતી કે કારમાં આગ લાગતા આજુ બાજુથી ઘણા ખરા લોકો એકઠા પણ થયા હતા પરંતુ પાસે જવાનો કે આ કારમાં લાગેલ આગમાં ફસાયેલા લોકોનો બચાવવાનો કોઈ ઉપાય ન હતો. આ ઘટનાની જાણ તલોદ પોલીસ સ્ટેશનને થતા તલોદ પોલીસે ઘટના સ્થળે આવી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
રીપોર્ટ। મનોજ રાવલ (ધનસુરા)