ખેડબ્રહ્મા ખાતે ખેતીમાં પાણીની બચત અને રાસાયણિક ખાતરના જોખમ અંગે સેમિનાર

ખેડબ્રહ્મા ખાતે ખેતીમાં પાણીની બચત અને રાસાયણિક ખાતરના જોખમ અંગે સેમિનાર
Spread the love

ખેડબ્રહ્મા ખાતે નરોત્તમ લાલ ભાઈ રુલર ડેવલોપમેન્ટ અને કોટન કનેક્ટ સંસ્થા દ્વારા ખેડબ્રહ્મા મુકામે વિશાલ સખ્યાં માં હાજર ખેડૂતો ની સાથે ખેતીમાં ઓછા પાણી અને ખેતીમાં પાણી નું બચત કેવી રીતે કરી શકાય તે અંગેની ની માહિતી ઉપસ્થિત ખેડૂતો ને અપાઈ હતી. ખેડૂત કાર્યશાળા માં નરોત્તમ લાલ ભાઈ ટ્રસ્ટ ના કાંતિ ભાઈ પટેલ સાહેબ દ્વારા મહેમાનો નું સ્વાગત કરી કાર્યક્રમ ખૂલો મુકાયો હતો.

કૃષિ પોલીટેક્નિક ના વિજ્ઞાનિક ડો.જે. આર. પટેલ દ્વારા કપાસના વાવેતરમાં રાખવાની કાળજી અને પિયત અંગે ની વિગત વાર માહિતી આપી હતી..કપાસ માં આવતી ગુલાબી ઈયળોનું નિયંત્રણ માટે તમામ લોકો ફેરોમેન ટ્રેપ લગાવે તેવી ખાસ વાત કરાઈ હતી..ગુજરાત ગ્રીન રિવોલુશન કંપની ના ફિલ્ડ મેનેજર મનીષ ભાઈ પટેલ સાહેબે ખેતી પાકો માં ટપક નું મહત્વ આ વિશે ખુબજ સારી વાત કરી હતી.
ખેતી પાકો માં પાણી કરતા વધુ ભેજ ની જરૂર હોય છે માટે તમામ ખેડૂતો ટપક સિંચાઈ કરે તે ખાસ જરૂરી છે.

અરવિંદ લી. ના પ્રતિનિધિ સમીર ભાઈ પ્રજાપતિ એ તેંમના દ્વારા ચાલતા પોગ્રામ ની વિગતે માહિતી આપી હતી. કોટન કનેક્ટ ના સમીર ભાઈ પંડિતે એ ઉપસ્થિત ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. કાર્યક્રમ ના અને નરોત્તમ લાલ ભાઈ ના બી.સી.આઈ.ના મનેજર ગૌતમ ભાઈ પટેલ ઉપસ્થિત તમામ લોકો ને આભાર માન્યો હતો. આમ ખેતી માં રાસાયણીક ખાતરો થી થતા નુકશાન અને ઓછા પાણી એ સારી ઉપજ લઈ શકાય એ અંગે ની કાર્ય શાળા સફળ થઈ હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200303-WA0151.jpg

Admin

Kuldip

9909969099
Right Click Disabled!