સર્વ વિદ્યાલય કેમ્પસ કડીમાં ધોરણ ૧૦-૧૨ના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી

સર્વ વિદ્યાલય કેમ્પસ, કડીમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો.સંસ્થાના માનનીય મંત્રીશ્રી ખોડાભાઈ પટેલ અને શ્રી મહેશભાઈ પટેલ દ્વારા વિદ્યાર્થીઓને ગુલાબનું ફુલ આપી મોં મીઠું કરાવી આત્મવિશ્વાસ સાથે મુક્તપણે પરીક્ષા આપવા તમામ વિદ્યાર્થીઓને શાળામાં આવકાર આપી શુભેચ્છાઓ પાઠવી હતી. માનનીય મંત્રીશ્રીઓએ જણાવ્યું હતું કે અભ્યાસ દરમ્યાનની પરીક્ષાઓ, કસોટી કે સ્પર્ધા એ જીવનનો એકમાત્ર ભાગ છે. ધોરણ-૧૦ અને ૧૨ નો અભ્યાસ જીવનની કારકિર્દીના અતિ મહત્વનાં વર્ષો છે. આપ સર્વે વિદ્યાર્થીઓ અતિ મહત્વના વર્ષમાંથી પસાર થઇ રહ્યા છો, ત્યારે પૂરા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી ઝળહળતી સફળતા પ્રાપ્ત કરો, આપ સૌની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જવળ બને તેવી અંતઃકરણ પૂર્વક શુભેચ્છાઓ પાઠવી હતી.